લલ્લા બિહારીના પુત્ર ફતેહ મહમંદના રિમાન્ડ મંજૂર, મેટ્રો કોર્ટે 5 મે સુધીના રિમાન્ડ મંજૂર કર્યા

અમદાવાદ: લલ્લા બિહારીના પુત્ર ફતેહ મહમંદના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. મેટ્રો કોર્ટે આરોપીના 5 મે સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી.

સરકારી જગ્યા પર ગેરકાયદે દબાણ કરી ઘૂસણખોરોને આશરો આપવાના મામલે લલ્લા બિહારીના પુત્ર ફતેહ મહમંદને મેટ્રો કોર્ટમાં લવાયો હતો. પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. જે બાદ મેટ્રો કોર્ટે આરોપીના 5 મે સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. સરકારી વકીલે જણાવ્યું કે, ચંડોળા તળાવ અને આસપાસની જમીન પર કબજો બતાવવા કાવતરું રચી ટોરેન્ટના બિલોનો ઉપયોગ કરી કિંમતી દસ્તાવેજો બનાવી ભાડા કરાર બનાવ્યા હતા. 43 ઘૂસણખોરોના ભાડા કરાર મળી આવ્યા છે. આરોપી ફતેહમોહમંદ અને તેના પિતા મુખ્ય આરોપી છે.