આજે MI vs CSK વચ્ચે મહામુકાબલો, જાણો વાનખેડેની પિચ રિપોર્ટ

IPL 2025ની 38મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે. આજે મુંબઈ અને ચેન્નાઈની ટીમનો સામનો સામનો આજે સાંજે થશે. મુંબઈની ટીમ 7માંથી 3 મેચ જીતી છે. અત્યારે 7મા સ્થાને છે ટીમ મુંબઈ. આજે MI vs CSK વચ્ચે મુકાબલો થવાનો છે ત્યારે આવો જાણીએ વાનખેડે સ્ટેડિયમની પિચની સ્થિતિ શું હશે.

આ પણ વાંચો: LSG ખેલાડી અને વૈભવ સૂર્યવંશીનો વીડિયો થયો વાયરલ, સાંભળીને તમે પણ હસી પડશો

જાણો વાનખેડે પિચ રિપોર્ટ
વાનખેડે ખાતે રમાયેલી છેલ્લી મેચમાં હૈદરાબાદ પ્રથમ બેટિંગ કરતી 170 રન બનાવ્યા હતા. આજની મેચમાં બેટિંગ માટે પીચ અનૂકુળ રહી શકે છે. આજની મેચમાં હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે. આજે જે પણ ટીમ ટોસ જીતે છે તે બોલિંગ કરવાનો નિર્ણય કરી શકે છે. આ મેદાનમાં અત્યાર સુધીમાં 119 મેચ રમાઈ હતી. જેમાં જે ટીમે બેટિંગ કરી હતી તેણે 55 મેચમાં જીત પ્રાપ્ત કરી હતી. બીજા ક્રમે બેટિંગ કરનારી ટીમે 64 મેચમાં જીત પ્રાપ્ત કરી છે. જે ટીમ અહિંયા ટોસ જીતે છે તેણે 62 મેચ જીતી છે અને ટોસ જે હારે છે તે ટીમે 57 મેચમાં જીતી છે. આજે મુંબઈમાં વાતાવરણ ગરમ રહેશે.