IPL 2025: રોહિત શર્મા અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે?

MI vs RCB : આજે મુંબઈની ટીમ અને બેંગ્લોરની ટીમ વચ્ચેની મેચ રમાવાની છે. આ વચ્ચે રોહિત શર્માની ચર્ચાઓ થઈ રહી છે. મુંબઈનો સ્ટાર ખેલાડી રોહિત છેલ્લી મેચમાં રમી શક્યો ન હતો. હવે આજની મેચ રમી શકે છે. બુમરાહ પણ જોકે આજની મેચમાં આવી શકે છે. રોહિતની ટીમમાં હવે પહેલા જેવી પરિસ્થિતિ રહી નથી. ટીમે પોતે આનો પુરાવો આપ્યો છે.
આ પણ વાંચો: ડેન્ડ્રફની સમસ્યાથી પરેશાન છો? આ કરો ઉપાય
શું રોહિત શર્મા હવે મુંબઈનો હીરો રહ્યો નથી?
મુંબઈ ઈન્ડિયન્સના એક્સ-હેન્ડલ પર રોહિત વિશે બહુ ઓછી પોસ્ટ શેર કરવામાં આવી છે. જેમાં ઓનલી હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવની પોસ્ટ જોવા મળશે. રોહિતને કેપ્ટનશીપ પરથી હટાવ્યા બાદ ટીમમાં વિવાદ થયો હતો. ફરી એકવાર આ વાતને લઈને વિવાદ થયો હતો. લખનૌ સામેની મેચ પહેલા રોહિત મેદાન પર ઝહીર ખાન સાથે વાત કરી રહ્યો હતો. રોહિતે ઝહીરને કહ્યું, “મેં જે કરવાનું હતું તે કર્યું.” જોકે, આ વીડિયો પાછળથી ડિલીટ કરી દેવામાં આવ્યો હતો. આ વીડિયોને લઈને ભારે વિવાદ પણ થયો હતો અને લોકોએ પણ તેને ખૂબ જ ટ્રોલ કર્યો હતો.