October 5, 2024

Microsoftનું સર્વર ડાઉન થતાં હડકંપ, દુનિયાભરની બેન્કિંગ અને એવિએશન સેવાઓ પર અસર

Microsoft Crowdstrike Issue: દુનિયાભરમાં માઇક્રોસોફ્ટ ચલાવવામાં વપરાશકર્તાઓને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. Microsoft 360, Microsoft Windows, Microsoft Teams, Microsoft Azure, Microsoft Store અને Microsoft ક્લાઉડ-સંચાલિત સેવાઓમાં ઈશ્યૂ જોવા મળી રહ્યો છે. જેને કારણે એવિએશન સેવાને પણ ભારે અસર થઈ છે.

દુનિયાભરની બેન્કિંગ અને એવિએશન સેવાઓ પ્રભાવિત
ભારત અને અમેરિકા સહિત દુનિયભરના અનેક દેશોમાં બેન્કિંગ અને એવિએશન સેવાઓ ઠપ્પ થઈ ગઈ છે. માઇક્રોસોફ્ટના સર્વર ડાઉન થતાં એર સર્વિસ પ્રભાવિત થઈ છે અને અનેક કંપનીઓની ફ્લાઇટ્સ પર અસર થઈ છે. સ્પાઇસ જેટ અને ઇંડિગોને પણ આ પ્રકારની ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. માત્ર હવાઈ સેવાઓ જ નહિ. પરંતુ અનેક દેશોમાં બેન્કિંગ સેવાઓથી લઈને ટિકિટ બૂકિંગ અને સ્ટોક એક્સ્ચેન્જ પર પણ અસર થઈ છે.

દિલ્હી એરપોર્ટ પર પણ અસર 
માઇક્રોસોફ્ટમાં ગ્લોબલ આઉટેજને કારણે દિલ્હી એરપોર્ટ પર પણ અસર થઈ છે. આઉટેજને લઈને દિલ્હી એરપોર્ટે ટ્વિટ કરીને કહ્યું છે કે વૈશ્વિક આઇટી આઉટેજને કારણે દિલ્હી એરપોર્ટ પર કેટલીક સેવાઓને ટેમ્પરરી અસર થઈ છે. અમે તમામ મુસાફરોની અસુવિધાઓ ઓછી કરવા માટે પોતાના પાર્ટનર સાથે મળીને કામ કરી રહ્યા છીએ. મુસાફરોને વિનંતી છે કે તેઓ એરલાઇન્સના સંપર્કમાં રહે.

માઈક્રોસોફ્ટ સર્વર થયું ડાઉન
માઇક્રોસોફ્ટની સેવા બંધ થઈ ગઈ છે. જેના કારણે માઈક્રોસોફ્ટ 360 અને માઈક્રોસોફ્ટ વિન્ડોઝ લેપટોપ પર તેની અસર જોવા મળી રહી છે. ખાસ સમસ્યા તો એ થઈ રહી છે કે માઈક્રોસોફ્ટ સર્વર ડાઉન હોવાને કારણે વિશ્વભરના વિન્ડોઝ લેપટોપ કામ કરી રહ્યા નથી. જેના કારણે લોકોના કામ પણ અટકી ગયા છે. યૂઝર્સ સોશિયલ મીડિયા પર આ અંગે ફરિયાદ પણ કરી રહ્યા છે. યુઝર્સનું કહેવું છે કે તેમનું લેપટોપ સાયબર એટેકનો શિકાર બન્યું છે.

આ પણ વાંચો: OPEN AIના સહ સ્થાપકે શરૂ કરી પોતાની કંપની, CHAT GPT સામે જોખમ ખરૂ?

આ Microsoft સેવાઓ બંધ થઈ ગઈ 
માઈક્રોસોફ્ટની લગભગ તમામ મોટી સેવાઓ ઠપ્પ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. Microsoft 360, Microsoft Windows, Microsoft Teams,Microsoft Azure, Microsoft Store અને Microsoft ક્લાઉડ-સંચાલિત સેવાઓમાં સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. તમને જણાવી દઈએ કે તમને જણાવી દઈએ કે શુક્રવારે લગભગ 10:30 પછી ઘણા યુઝર્સના લેપટોપ રીસ્ટાર્ટ થવા લાગ્યા હતા.