January 20, 2025

Jioના કરોડો યુઝર્સને મોટો ઝટકો, આ પ્લાનમાં કર્યો 100 રૂપિયાનો વધારો

Jioએ ફરી એકવાર પોતાના પ્લાનને મોંઘા કરીને કરોડો યુઝર્સને ઝટકો આપ્યો છે. ગયા વર્ષેમાં જુલાઈમાં કંપનીએ પોતાના રિચાર્જ પ્લાનને મોંઘા કરી દીધા હતા. આ પછી ફરી એક વાર કંપનીએ માત્ર એક પ્લાનની કિંમતમાં વધારો કર્યો છે. Jio એ પોતાના પ્લાનની કિંમતમાં 100 રૂપિયાનો વધારો કર્યો છે.

આ પણ વાંચો: જામનગરમાં યોજાશે સૂર્યકિરણ એરોબેટિક ટીમનો અદ્ભુત એર શો

પ્લાન 100 રૂપિયા મોંઘો થયો

199 રૂપિયાનો પ્લાન
23 જાન્યુઆરીથી આ પ્લાનમાં 100 રુપિયાનો વધારો થશે. યુઝર્સને 199 રૂપિયાની જગ્યાએ 299 રૂપિયા ચાર્જ કરવાનો રહેશે. જેમાં તમને કોઈપણ નંબર પર કૉલ કરવા માટે અમર્યાદિત કૉલિંગ તેમજ 25GB હાઇ સ્પીડ ડેટાનો લાભ મળશે. 100 મફત SMS પણ મળશે.

349 રૂપિયાનો પ્લાન
Jioના 349 પ્લાનમાં તમને 30GB હાઇ-સ્પીડ ડેટા મળશે. Jioનો આ પ્લાન દૈનિક 100 ફ્રી SMS અને નેશનલ રોમિંગના લાભ મળી રહેશે. તેમાં પણ 100 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે.