પુત્રનો લૂલો બચાવ કરતા મંત્રી ભીખુસિંહ પરમારે કહ્યુ, ‘જય શ્રીરામ’, જાણો સમગ્ર ઘટના

ગાંધીનગરઃ રાજ્યકક્ષાના મંત્રી ભિખુસિંહ પરમારના પૌત્રએ જાહેરમાં કરેલી મારામારી મામલે તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ત્યારે તેમણે મૌન સેવ્યું હતું અને માત્ર ‘જય શ્રીરામ’ કહીને આ મુદ્દા વિશે બોલવાનું ટાળ્યું હતું.
શું હતી સમગ્ર ઘટના?
થોડા દિવસ પહેલાં અરવલ્લીમાં રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના પૌત્રને કેટલાક લોકોએ ઢોરમાર માર્યો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આ ઘટનાની અદાવત રાખીને ભીખુસિંહ પરમારના પુત્રોએ પૌત્રને માર મારનારા યુવકને જાહેરમાં મોડાસામાંથી શોધીને ફટકાર્યો હતો. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ત્યારે આ સમગ્ર મામલે હાલ વિવાદ સર્જાયો છે.
આ ઘટના બાદ જ્યારે વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે. ત્યારે મંત્રી ભીખુસિંહ પરમારને આ મામલે પ્રશ્ન પૂછતા તેમણે માત્ર ‘જય શ્રીરામ’ કહીને પુત્રોનો લૂલો બચાવ કરતા હોય તેવું સ્પષ્ટ જણાઈ આવતું હતું.