હર્ષ સંઘવીએ બર્ડ રેસ્ક્યુ સેન્ટરની લીધી મુલાકાત, બાદમાં ફાફડા લાડુની મિજબાની માણી
Harsh Sanghavi: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બર્ડ રેસ્ક્યું સેન્ટરની મુલાકાત લીધી હતી. કરુણા અભિયાન અંતર્ગત બર્ડ રેસ્ક્યુ સેન્ટરની મુલાકાત લીધી હતી. પ્રયાસ જીવદયા સંસ્થાના બર્ડ રેસ્ક્યુ સેન્ટરની મુલાકાત લીધી હતી. સંસ્થાની 10 જેટલી ટિમો દ્વારા બર્ડ રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ છે. બર્ડ રેસ્ક્યુ ટિમને એક મેડિકલ કીટ પણ આપવામાં આવી છે. જેથી ઇજાગ્રસ્ત પક્ષીઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર મળી રહે.
આ પણ વાંચો: યાત્રાધામ અંબાજી મંદિરને પતંગોથી શણગારવામાં આવ્યું, પતંગ ઉપર લખ્યું જય અંબે
મકરસંક્રાંતિની શુભકામનાઓ પાઠવી
પ્રાથમિક સારવાર બાદ પક્ષીને રેસ્ક્યુ સેન્ટર પર લાવી તેની સારવાર કરવામાં આવે છે. 24 કલાક સુધી આ બર્ડ રેસ્ક્યુ સેન્ટર કાર્યરત રહેશે. મુલાકાત બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ફાફડા અને તલના લાડુની મિજબાની માણી હતી. સાથે જ લોકોને પણ મકરસંક્રાંતિની શુભકામનાઓ પાઠવી હતી.