September 20, 2024

હરિયાણા સરકારમાં મંત્રી રણજીત સિંહ ચૌટાલાનું રાજીનામું, ભાજપથી હતા નારાજ

Haryana Assembly Elections: હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા, ભારતીય જનતા પાર્ટી (BJP)એ પોતાના ઉમેદવારોની પ્રાથમિક યાદીમાં 9 સીટિંગ ધારાસભ્યોનો સમાવેશ કર્યો નથી. ટિકિટ ન મળવાથી નારાજ હરિયાણાના મંત્રી રણજીત સિંહ ચૌટાલાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રણજીત સિંહ ચૌટાલાએ રાજીનામું આપીને સરકારથી અલગ થઈ જવાનો નિર્ણય લીધો છે, જેને કારણે હરિયાણાના રાજકારણમાં હલચલ મચી ગઈ છે.

રણજીત સિંહ ચૌટાલાએ પોતાના રાજીનામાની પુષ્ટિ કરતા કહ્યું કે પાર્ટી દ્વારા તેમને ટિકિટ ન આપતા તેમણે આ પગલું ભર્યું છે. આ દરમિયાન, 9 સીટિંગ ધારાસભ્યોને ટિકિટ ન અપાતાં ભાજપના નિર્ણયથી પક્ષમાં અસંતોષ વધ્યો છે. મળતી માહિતી મુજબ હરિયાણાના મંત્રી રણજીત સિંહ ચૌટાલાએ ભાજપ તરફથી ટિકિટ ન મળતા મંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે નાયબ સિંહ સૈનીની કેબિનેટમાંથી રાજીનામું આપ્યું અને જાહેરાત કરી કે તેઓ રાનિયાન વિધાનસભા બેઠક પરથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.

ભાજપે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોનું પ્રાથમિક લિસ્ટ જાહેર કર્યું છે જેમાં 9 સીટિંગ ધારાસભ્યોનો સમાવેશ નથી કરવામાં આવ્યો. આ 9 ધરસભ્યોમાં રણજીત સિંહ ચૌટાલાનું નામ પણ સામેલ હતું. ટિકિટ ન મળવાથી છેલ્લા કેટલાય સમયથી રણજીત સિંહ નારાજ હતા અને હવે તેમણે મંત્રી પદેથી રાજીનામું આપીને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો: બ્રુનેઈ એક સમયે હિંદુ-બૌદ્ધ દેશ હતો, જાણો ઈસ્લામિક દેશ બનવાની કહાણી

વધુમાં જાણવા મળી રહ્યું છે કે, સીટિંગ ધારાસભ્યોને ટીકીટ ન આપવાનો ભાજપનો નિર્ણય પાર્ટીમાં અસંતોષનું કારણ હોવાનું જણાય છે. રણજીત સિંહ ચૌટાલાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ રાનિયાથી પોતાની રાજકીય લડાઈ ચાલુ રાખશે, ભલે આ માટે તેમને અપક્ષ તરીકે ચૂંટણી લડવી પડે.