માઉન્ટ આબુમાં ઠંડીનો તીવ્ર ચમકારો, ગાડીઓ પર જામી બરફની ચાદર
Weather Update: દેશભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીમાં વધારો નોંધાયો છે. માઉન્ટ આબુમાં ઠંડીનો તીવ્ર ચમકારો જોવા મળ્યો છે. આજે પણ શહેરનું તાપમાન -2 થી -3 ડિગ્રી રહેવાની સંભાવના છે. આ સિવાય માઉન્ટમાં અનેક ગાડીઓ પર બરફની ચાદર જામી ગઈ છે. તેમજ પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં ઘાસ ઉપર બરફની ચાદર જામી છે.
વધતી જતી ઠંડીને લઈને પોલો ગ્રાઉન્ડ સહિત અને ગાર્ડનમાં બરફની ચાદર જોવા મળી છે. જોકે, કડકડતી ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત થયુ છે. તાપણી કરીને લોકો ઠંડીથી બચવાના પ્રયાસો કરી રહ્યા છે. તેમજ વૃદ્ધ લોકો માટે ઠંડી તે એક મોટી સમસ્યા છે. નોંધનીય છે કે, રાજ્યભરમાં પવનની ગતિમાં વધારો રહેતા ઠંડીની અસર વધી છે. નલિયા 6 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહે છે. તો અમદાવાદ 13 ડિગ્રી, ગાંધીનગર 12.1 ડિગ્રી સાથે ઠંડુ શહેર છે. વડોદરા 10.2 ડિગ્રી ,રાજકોટ 12.4 ડિગ્રી નોંધાયું છે. ડીસા 11.8 ડિગ્રી ,પાલનપુર 12.2 ડિગ્રી, વેરાવળ 16.1 ડિગ્રી ,દ્વારકા 15.8 ડિગ્રી, સુરત 17 ડિગ્રી ,નર્મદા 14.2 ડિગ્રી, દાહોદ 11 ડિગ્રી ,મહેસાણા 13.2 ડિગ્રી, અમરેલી અને જૂનાગઢ 13.1 ડિગ્રી નોંધાયું છે. જોકે, ઠંડીથી રાહત મેળવવા લોકો વિવિધ કસરતો કરી રહ્યા છે. જ્યારે અમદાવાદના પ્રહલાદ નગર ગાર્ડનમાં વહેલી સવારે લોકો ઉમટી પડ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતીઓ ગાત્રો થીજવતી ઠંડીથી ઠુંઠવાયા, કોલ્ડવેવની અસરથી કચ્છ થયું ઠંડુગાર