January 8, 2025

મીરાંત પરીખ અમદાવાદ મનપામાં યથાવત્, જી.એચ. સોલંકી નડિયાદ મનપાના નવા કમિશનર

મિરાંત પરીખ - ફાઇલ તસવીર

ગાંધીનગરઃ ગુજરાતમાં થોડા સમય પહેલાં જ નવી 9 મહાનગરપાલિકા ઘોષિત કરવામાં આવી હતી. ત્યારે દરેક મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં થોડા ફેરફાર કરવામાં આવ્યા છે.

તેમાં જી.એચ. સોલંકીને નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા કમિશનર તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો છે. જ્યારે પહેલાં જાહેર કરાયેલા મ્યુનિસિપલ કમિશનર મીરાંત પરીખને અમદાવાદ મહાનગરપાલિકામાં યથાવત્ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત નવનાથ ગવ્હાણેને સુરેન્દ્રનગરના મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ સોંપાયો છે.