પપૈયામાં આ એક વસ્તુને કરો મિક્સ, ચહેરો ચમકી જશે
Papaya Face Pack: મોટા ભાગના લોકો આજે પોતાના ચહેરાના ગ્લો માટે અલગ અલગ પ્રકારના ઉપાયો કરે છે. ત્વચાને ચમકદાર રાખવા માટે ઘણા લોકો મોટા મોટા પાર્લરમાં જતા હોય છે. પરંતુ તમારે કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. અમે તમારા માટે ફેસ પેક ઘરનો બનાવેલો લઈને આવ્યા છીએ. જેની મદદથી તમે તમારા ચહેરાને ચમકાવી શકો છો. આવો જાણીએ કે આ ફેસ પેક કેવી રીતે બનાવશો.
આ પણ વાંચો: વડોદરામાં ફૂડ ડિલિવરી બોયે મહિલાનો હાથ પકડીને કહ્યું, “તમે બહુ સુંદર છો”
ફેસ માસ્ક કેવી રીતે બનાવવો?
કુદરતી ફેસ પેક બનાવવા માટે તમારે પપૈયાની સાથે હળદરની જરૂર પડશે. જેમાં તમારે એક બાઉલમાં પપૈયાને નાના-નાના ટુકડા કરી સારી રીતે મેશ કરવાના રહેશેય આ પછી તમારે તેમાં છૂંદેલા પપૈયામાં એક ચપટી હળદર ઉમેરવાની રહેશે. આ ફેસ પેકને તમારા ચહેરા પર રોજ લગાવો. આ ફેસ પેકને 10 મિનિટ લગાવીને પછી જ્યારે સુકાઈ જાય પછી તમારે તેને ધોઈ લો. પપૈયા અને હળદરનું મિશ્રણ તમારી ત્વચાના સ્વાસ્થ્યને ઘણી હદ સુધી સુધારવામાં મદદ કરી શકે છે.