March 3, 2025

ધારાસભ્ય હાર્દિક પટેલને મળી મોટી રાહત, સરકારે પાછા ખેંચેલ રાજદ્રોહના કેસને કોર્ટે આપી મંજૂરી

અમદાવાદ: ધારાસભ્ય હાર્દિક પટેલને મોટી રાહત મળી છે. સરકારે પાછા ખેંચેલ રાજદ્રોહના કેસને કોર્ટે આપી મંજૂરી આપી દીધી છે. સરકારે થોડા દિવસ પહેલાં કેસ પરત ખેંચ્યાની જાહેરાત કરી હતી.

પાટીદાર અનામત આંદોલનમાં રાજદ્રોહનો મામલો હતો. હાર્દીક પટેલ, દિનેશ બાંભણીયા, અલ્પેશ કથીરિયા, ચિરાગ પટેલ અને કેતન પટેલ સામે રાજદ્રોહનો કેસ હતો.