મોઢેરા સૂર્યમંદિરમાં યોજાશે ઉત્તરાર્ધ મહોત્સવ, 9 પ્રકારના શાસ્ત્રીય નૃત્યોની થશે પ્રસ્તુતિ
Modhera Sun Temple: વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં આગામી 18 અને 19 જાન્યુઆરી 2025ના રોજ ભવ્ય ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન થશે. મોઢેરા સૂર્યમંદિરમાં ભવ્ય શાસ્ત્રીય નૃત્યોનો મહોત્સવ યોજાશે. 9 પ્રકારના શાસ્ત્રીય નૃત્યોની પ્રસ્તુતિ કરવામાં આવશે.
આ પણ વાંચો: અમદાવાદમાં પુત્રએ સાવકા પિતાની છરીના ઘા ઝીકીને હત્યા કરી, પોલીસે દબોચી લીધો
શાસ્ત્રીય નૃત્યોની પ્રસ્તુતિ થશે
મોઢેરા સૂર્યમંદિરમાં ભવ્ય શાસ્ત્રીય નૃત્યોનો મહોત્સવ થવાનું છે. 18-19 જાન્યુઆરીએ ઉત્તરાર્ધ મહોત્સવ યોજાશે. 9 પ્રકારના શાસ્ત્રીય નૃત્યોની પ્રસ્તુતિ થશે. મહોત્સવમાં ભરતનાટ્યમ, ઓડીસી, કુચીપૂડી, મોહિની અટ્ટમ, કથ્થક, કથકલી, મણિપુરી, કથક અને સતરીયા જેવા નવ પ્રકારના શાસ્ત્રીય નૃત્યોની પ્રસ્તુતિ થશે. વિશ્વવિખ્યાત કલાકારો દ્વારા પ્રસ્તુતિ થશે.