July 2, 2024

મોદી સરકારે લીધો મોટો નિર્ણય, નહીં આવે તમને હવે કોઈ ફેક કોલ કે મેસેજ

Unsolicited Calls: આજના સમયમાં મોટા ભાગના લોકોને ફેક કોલ અને મેસેજ આવી રહ્યા છે. ત્યારે તેને રોકવા માટે મોદી સરકારે કડક નિર્ણય લીધો છે. સરકારે ગાઈડલાઈન તૈયાર કરી લીધી છે અને 21 જુલાઈ સુધી તેના માટે લોકોના અભિપ્રાય માંગ્યા છે.

સંપૂર્ણ તૈયારી કરી લીધી
કેન્દ્રની મોદી સરકારે ફેક કોલ અને મેસેજન કરતા માફિયાઓ સામે આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. સરકારે સરકારે ગાઈડલાઈન તૈયાર કરી છે. જેમાં લોકોના અભિપ્રાય 21 જુલાઈ સુધી માંગવામાં આવ્યા છે. લોકોના પ્રતિસાદ પછી બિલને રજૂ કરવામાં આવશે,ત્યારબાદ અમલવારી કરવામાં આવશે. ઘણા સમયથી લોકો ફેક કોલ અને મેસેજના કારણે છેતરપિંડીનો શિકાર બની રહ્યા હતા. આ પગલું ભરતા જ સામાન્ય લોકોને રાહત મળી છે.

આ પણ વાંચો: T20 World Cup 2024: ટીમ સુપર-8માં ન પહોંચતા આ ખેલાડીએ કેપ્ટન પદ છોડી દીધું

જાહેર ટિપ્પણી
એક અહેવાલમાં આપેલી માહિતી પ્રમાણે , સરકારે તેની માર્ગદર્શિકા તૈયાર કરી છે. આ પહેલા પણ TRAI અને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સે નકલી કોલ્સ પર અંકુશ લગાવવા માટે બેંકિંગ અને રજિસ્ટર્ડ નાણાકીય સંસ્થાઓ માટે નવી 160 નંબર સીરિઝ જારી કરી હતી. જેના કારણે લોકોને અસલી નકલી કોલની ઓળખ થઈ શકે. લોકસભાની ચૂંટણી આવી રહી હતી તે પહેલા બિઝનેસ કોમ્યુનિકેશન માટે એક કમિટીની રચના કરવામાં આવી હતી.

ગોપનીયતાનું રક્ષણ
નકલી કોલ્સ અને મેસેજ પર ભૂમિકા મૂકવા માટે તૈયાર કરવામાં આવેલા આ બિલમાં વ્યાપક માર્ગદર્શિકાને એડ કરવામાં આવી છે. પ્રમોશનલ અને કોમર્શિયલ કૉલ્સમાં લોકોની ગોપનીયતા જાળવવા માટે આ નિવેદન જારી કરવામાં આવ્યું છે. છેતરપીંડી કરનારાઓ કોઈ પણ ફેક રસ્તો શોધીને હેરાન કરતા હોય છે.