May 22, 2024

IPLમાં 35 વર્ષીય બોલરે બનાવ્યો શરમજનક રેકોર્ડ!

IPL 2024: દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમની ગઈ કાલે મેચ હતી. જેમાં દિલ્હીની ટીમે પ્રથમ બેટિંગ કરી હતી. જેમાં દિલ્હીની ટીમે 20 ઓવરમાં 224 રન બનાવ્યા હતા. આ સમય દરમિયાન રિષભ પંત અને અક્ષર પટેલની જોરદાર ઇનિંગ્સ જોવા મળી હતી. આ સાથે આ મેચ દરમિયાન ગુજરાત ટાઇટન્સના બોલરે એક શરમજનક રેકોર્ડ પણ બનાવ્યો હતો. આ બોલરનો લીગના ઈતિહાસમાં સૌથી મોંઘો સ્પેલ બોલ કરવાનો રેકોર્ડ બન્યો છે.

શરમજનક રેકોર્ડ
ગુજરાત ટાઇટન્સનો ફાસ્ટ બોલર ગણાતો મોહિત શર્મા એકદમ ફ્લોપ સાબિત થયો છે. ગઈ કાલની મેચમાં તેણ 4 ઓવરના સ્પેલમાં 73 રન આપ્યા અને એક પણ વિકેટ લીધી ન હતી. તમને જણાવી દઈએ કે તેણે IPLના ઈતિહાસમાં સૌથી મોંઘો સ્પેલ બોલ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા આ રેકોર્ડ બેસિલ થમ્પીના નામે હતો. વર્ષ 2018માં 4 ઓવરમાં 70 રન આપ્યા હતા. યશ દયાલ આ યાદીમાં ત્રીજા નંબર પર છે.

આ પણ વાંચો: DC vs GT: શુભમન ગિલે IPLમાં રચ્યો ઈતિહાસ

વધુ રન આપનાર બોલર
0/73 – મોહિત શર્મા, 0/70 – બેસિલ થમ્પી, 0/69 – યશ દયાલ, 1/68 – રીસ ટોપલી, 0/66 – ક્વેના મફાકા, IPLમાં સૌથી વધુ વખત 50+ રન આપનાર ખેલાડીઓની વાત કરવામાં આવે તો 7 વખત – મોહિત શર્મા, 6 વખત – મોહમ્મદ શમી, 6 વખત – ભુવનેશ્વર કુમાર, 5 વખત – ક્રિસ જોર્ડન, 5 વખત – ઉમેશ યાદવનું નામ છે. અક્ષર પટેલની ગઈ કાલની મેચમાં જોરદાર બેટિંગ જોવા મળી હતી. આ સાથે રિષભ પંતની પણ શાનદાર બેટિંગ રહી હતી. તેણે આ ઓવરમાં 1 ફોર અને 4 સિક્સર ફટકારી હતી.