July 4, 2024

Momosની દુકાનમાં હેલ્પરને મળશે IT કંપની કરતા વધારે પગાર!

Momos Helper Salary: કોલેજમાંથી અભ્યાસ પૂર્ણ કરીને નિકળેલા છાત્રો સારી નોકરી અને સારી પોસ્ટની શોધમાં હોય છે. તેમાં પણ ઘણા વિદ્યાર્થીઓએ ખુબ જ મોંઘી કોલેજમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો હોય છે. તેમ છતાં તેમને ઘણા ઓછી પૈસામાં નોકરી કરવી પડે છે. દર વર્ષે ભારતમાં કરોડોની સંખ્યામાં વિદ્યાર્થીઓ માર્કેટમાં નોકરી માટે આવે છે. તેમાંથી અડધા લોકોને નોકરી નથી મળતી અથવા તો ઓછા પગાર સાથે નોકરી કરવી પડે છે. હાલ સોશિયલ મીડિયામાં એક્સ પર એક નોકરીની જાહેરાત વાયરલ થઈ રહી છે. જેમાં એક મોમોસની દુકાનમાં હેલ્પરની જરૂર છે. જેને આ દુકાનદાર મહિનાના 25,000 રુપિયા પગાર આપશે. મહત્વનું છે કે, મોમોસની દુકાન વાળો જે પગાર ઓફર કરી રહ્યો છે. તેનાથી પણ ઓછો આઈટી કંપની તેના ફ્રેશરને પગાર આપે છે.

એક યૂઝરે ફોટો શેર કર્યો
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સની એક યૂઝર અમૃતા સિંહ નામના યૂઝરે એક મોમોઝની દુકાનમાં હેલ્પરની ખાલી જગ્યા માટે લાગેલી એડ શેર કરી છે. આ જાહેરાતમાં દુકાનનું લોકેશન જણાવવામાં આવ્યું નથી, પરંતુ જાહેરાતમાં સરળતાથી જોઈ શકાય છે કે એક હેલ્પરની જરૂર છે. જેને 25,000 રુપિયા પગાર આપવામાં આવશે.

આઈટી કરતા વધુ પગાર ઓફર
અમૃતા સિંહ દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટ પર સોશિયલ મીડિયા યુઝર્સ ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. અમૃતા સિંહે લખ્યું છે કે આ મોમોસની દુકાનનો પગાર સામાન્ય કોલેજના સરેરાશ પગાર કરતાં વધુ છે. આ સિવાય ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે લખ્યું કે, કોલેજમાંથી લાખોની ડિગ્રી મેળવ્યા પછી પણ ફ્રેશર્સે 20 હજાર રૂપિયાની નોકરી મેળવવાની ચિંતા કરવી પડે છે, તેની જગ્યાએ આ મોમોસ શોપમાં 25 હજાર રૂપિયાનો પગાર મળી રહ્યો છે.

આ પણ વાંચો: વિસ્તારા સંકટના કારણે તમામ ફ્લાઈટના ભાવમાં 25 ટકાનો વધારો

લોકોએ મોમોસની દુકાનમાં હેલ્પરના પગારની સરખામણી ટીસીએસ સાથે કરી અને કહ્યું કે આ મોમોસની દુકાનમાં હેલ્પરને ટીસીએસ કરતા વધુ પગાર મળે છે. ઘણા લોકોએ કહ્યું કે સ્વિગી, ઝોમેટો જેવા પ્લેટફોર્મ તેમના રાઇડર્સને દર મહિને 25 થી 30 હજાર રૂપિયાનો પગાર ઓફર કરે છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં કામ કરતી નર્સને માત્ર 20 થી 22 હજાર રૂપિયાનો પગાર મળે છે.