February 16, 2025

મહાકુંભની મોનાલિસાએ કરીના કપૂરની નકલ કરી, વીડિયો વાયરલ

Monalisa kumbh: મોનાલિસાના વીડિયો અને ફોટો ખૂબ વાયરલ થયા. આ પછી તેને ફિલ્મની પણ ઓફર મળી ગઈ છે. હવે તેણે એક્ટિંગ શીખવાની શરૂઆત કરી દીધી છે. આ વચ્ચે તેનો એક્ટિંગનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: પંડ્યાથી છૂટાછેડા લીધા પછી નતાશાનું દિલ તૂટી ગયું, પોસ્ટ થઈ વાયરલ

 મોનાલિસા બનશે હિરોઈન
સનોજે મોનાલિસાને હિરોઈન બનાવવાનું કામ હાથમાં લીધું છે. તે તેમના ઘરે પહોંચ્યા હતા અને તેને એક ફિલ્મની ઓફર કરી હતી. આ પછી તેને મુંબઈ લઈ ગયો હતો. હવે તેને ભણાવવામાં પણ આવી રહી છે. મોનાલિસાએ પહેલી વખત ફ્લાઈટમાં મુસાફરી કરી તેનો પણ વીડિયો સામે આવ્યો હતો. સૂટ-સલવારમાં જોવા મળતી મોનાલિસા હવે ફેન્સી કપડાં પહેરવા લાગી છે. એક્ટિંગ કરતો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. વીડિયોમાં સાંભળી શકાય છે કે મોનાલિસા બોલી રહી છે હિન્દીમાં ‘શું તમે જાણો છો, મેં મારા જીવનમાં એક પણ ટ્રેન ચૂકી નથી. આભાર બાબાજી, તમે મને મારી ટ્રેન ચૂકી જવાથી બચાવી.’ હવે મારો હાથ છોડી દો, હું એટલી સુંદર નથી. કેપ્શનમાં મોનાલિસાએ લખ્યું કે હું પ્રયત્ન કરી રહી છું.