June 28, 2024

શેર માર્કેટમાં 2 લાખ કરોડ રૂપિયા સ્વાહા! સેન્સેક્સ-નિફ્ટીમાં ધરખમ ઘટાડો

નવી દિલ્હીઃ અઠવાડિયાના પહેલા દિવસે શેરબજારની શરૂઆત નબળી રહી હતી. સોમવારે શરૂઆતી ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સમાં 400 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી 23400ની નીચે પહોંચી ગયો હતો. સવારે 9:35 વાગ્યે સેન્સેક્સ 316.10 (0.40%) પોઈન્ટ ઘટીને 76,903.35 પર આવી ગયો હતો.

બીજી તરફ, નિફ્ટી 110.85 (-0.47%) પોઈન્ટના ઘટાડા સાથે 23,390.25ના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો હતો. આ સમયગાળા દરમિયાન, ડેલ્ટા કોર્પના શેરમાં 7%નો ઘટાડો નોંધાયો હતો. ત્યાકે સુઝલોનનો શેર 4% મજબૂત બન્યો હતો. શરૂઆતમાં ડોલર સામે રૂપિયો 12 પૈસા મજબૂત થઈને 83.45 રૂપિયા પર પહોંચ્યો હતો.

સેન્સેક્સ પર 30 શેર લિસ્ટેડ છે. જેમાંથી માત્ર 5 જ ગ્રીન ઝોનમાં છે. સૌથી વધુ ઉછાળો સન ફાર્મા, ITC અને ICICI બેન્કમાં છે. બીજી તરફ ઈન્ડસઈન્ડ બેંક, ટાટા સ્ટીલ અને એસબીઆઈમાં આજે સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે.

115 શેર એક વર્ષની ટોચે
આજે BSE પર 2821 શેરનો વેપાર થઈ રહ્યો છે. તેમાં 1334 શેર મજબૂત દેખાઈ રહ્યા છે, 1323માં ઘટાડાનું વલણ જોવા મળી રહ્યું છે અને 164માં કોઈ ફેરફાર જોવા મળી રહ્યો નથી. આ સિવાય 115 શેર એક વર્ષની ટોચે અને 10 શેર એક વર્ષની નીચી સપાટીએ આવી ગયા હતા. જ્યારે 129 શેર અપર સર્કિટ પર પહોંચ્યા હતા, જ્યારે 48 શેર લોઅર સર્કિટ પર પહોંચ્યા હતા.