February 19, 2025

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાના આ સભ્યના પિતાનું અવસાન

Morne Morkel Father Death News: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા ટીમ ઈન્ડિયાના એક બાદ એક સમસ્યાનો સામનો કરી રહી છે. હવે ટીમના બોલિંગ કોચ મોર્ને મોર્કેલના પિતાનું અવસાન થયું હોવાનું સામે આવ્યું છે. જેના કારણે તેમને ઘરે પરત ફરવું પડ્યું છે. હવે તે ફરી ક્યારે પાછો આવશે તે કહેવું મુશ્કેલ છે.

આ પણ વાંચો: ચહેરાની ચમક વધારવા માટે E તેલમાં ઉમેરો આ વસ્તુઓ, જાણો કેવી રીતે કરશો તેનો ઉપયોગ

ભારતીય ટીમ માટે મોટો ફટકો
ટીમ ઈન્ડિયાને એક પછી એક ફટકા મળી રહ્યા છે. જેમાં સૌથી પહેલો ફટકો બુમરાહ છે. આ પછી હવે મોર્કેલ ટીમ સાથે નથી અને તે ફરી ક્યારે પરત ફરશે તે કહેવું મુશ્કેલ છે. અર્શદીપ સિંહ અને હર્ષિત રાણાને ODI ફોર્મેટમાં કોઈ ખાસ અનુભવ નથી. તમને જણાવી દઈએ કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 કાલથી શરૂ થવાની છે પરંતુ ટીમ ઈન્ડિયાનો પહેલો મુકાબવ 20 તારીખે બાંગ્લાદેશની ટીમ સાથે થવાનો છે.