સૌથી વધુ સર્ચ થતા સ્પોર્ટ્સ પર્સનમાંથી કોહલી-ધોની ‘આઉટ’, ગુજ્જુ બોય છવાયો
Most Searched Indian on Google in 2024: Googleએ સૌથી વધુ સર્ચ કરાયેલી યાદી શેર કરી છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ યાદીમાં રાજનેતા, ન કોઈ ફિલ્મ સ્ટાર કે કોઈ બિઝનેસમેનનું નામ નથી પણ આ ખેલાડીનું નામ યાદીમાં પ્રથમ છે. આવો જાણીએ આ લીસ્ટમાં પ્રથમ કોણ રહ્યું.
સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી ભારતીય
સૌથી વધુ સર્ચ કરાયેલા ભારતીયોની યાદીમાં ટોચ પર વિનેશ ફોગાટ છે. પેરિસ ઓલિમ્પિક 2024માં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું પરંતુ ફાઈનલ મેચમાં વજન વધારે હોવાના કારણે તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. આ પછી વિનેશે રાજકારણમાં એન્ટ્રી કરી લીધી છે. પરંતુ તેણે ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલા લોકોની યાદીમાં ટોચ પર સ્થાન મળી ગયું છે. આ પછી આ યાદીમાં હાર્દિક પંડ્યાનું નામ આવે છે. તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપ 2024 જીતવામાં હાર્દિકની મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ નામો ટોપ 10માં સામેલ
વિનેશ ફોગાટ
નીતિશ કુમાર
ચિરાગ પાસવાન
હાર્દિક પંડ્યા
પવન કલ્યાણ
શશાંક સિંહ
પૂનમ પાંડે
રાધિકા મર્ચન્ટ
અભિષેક શર્મા
લક્ષ્ય સેન
આ પણ વાંચો: સર્ચ એન્જિનમાં પણ ‘સ્ત્રી’નો દબદબો, ગૂગલે પણ કહ્યું યસ
સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ સર્ચ કરી
આ સિવાય ભારતીય યુઝર્સે કેરીનું અથાણાની રેસિપી વિશે ગૂગલ પર ઘણું સર્ચ કર્યું. તે જ સમયે Gen-Z એ Google પર સૌથી વધુ ટ્રેન્ડિંગ મીમ્સ વિશે સર્ચ કર્યું છે. મૂવીઝ અને વેબસિરીઝની સાથે લોકોએ IPL, T-20 વર્લ્ડ કપ જેવી સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ પણ ઘણી સર્ચ કરી છે. ગૂગલે તાજેતરમાં લોન્ચ કરાયેલ હમ ટુ સર્ચ ફિચર દ્વારા સર્ચ કરવા માટેની વસ્તુઓની યાદી પણ બહાર પાડી છે.