December 14, 2024

સતત પાંચમાં દિવસે માઉન્ટ આબુમાં તાપમાન માઈનસ ડીગ્રી… જ્યાં જુઓ ત્યાં જામી બરફની ચાદર

Weather Update: ગુજરાતમાં કકડતી ઠંડી પડી રહી છે. ત્યારે સતત પાંચમા દિવસે માઉન્ટ આબુમાં માયનસ તાપમાન છે. આજે પણ માઉન્ટ આબુમાં ઠંડીનો તીવ્ર ચમકારો જોવા મળ્યો છે. મોટી સંખ્યામાં પર્યટકો ઠંડીનો નજારો માણવા આબુ પહોચ્યાં છે.

ઠંડીને લઈને સતત પાંચમા દિવસે માઉન્ટ આબુમાં ગાડીઓ ઉપર બરફની ચાદર જામી ગઈ છે. ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર દરેક પર બરફની ચાદર જામી ગઈ છે. આ સિવાય પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં ઘાસ ઉપર બરફની ચાદર જામી છે. તેમજ ગાર્ડનમાં મુકેલા કુંડા સહીત પાણીના નલોમાં બરફ જામેલો જોવા મળ્યો છે. જોકે, કડકડતી ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત થયુ છે. જેને લઈને લોકો તાપણી અને ગરમ વસ્ત્ર અપનાવીને લોકો ઠંડીથી બચવાના પ્રયાસો કરી રહ્યા છે.

 

આ પણ વાંચો: ભૂકંપના આંચકાથી મ્યાનમારની ધરા ધ્રુજી, તીવ્રતા 4.2 નોંધાઈ