કર્નલ સોફિયા કુરેશી કેસમાં MP હાઈકોર્ટ કડક, મંત્રી વિજય શાહ સામે 4 કલાકમાં FIR નોંધવાનો આદેશ

MP minister Vijay Shah: મધ્યપ્રદેશ સરકારમાં મંત્રી વિજય શાહની મુશ્કેલીઓ વધી રહી છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટની જબલપુર બેન્ચે કર્નલ સોફિયા કુરેશી અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદન પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. હાઈકોર્ટે આ કેસમાં કડક વલણ અપનાવ્યું અને કહ્યું કે મંત્રી વિજય શાહ વિરુદ્ધ 4 કલાકની અંદર FIR દાખલ કરવામાં આવે.

નિવેદન આપ્યા બાદ માફી માંગવાનું શરૂ કર્યું
ભારતીય સશસ્ત્ર દળો દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર કરવામાં આવેલા હુમલા બાદ એક સભાને સંબોધિત કરતી વખતે મધ્યપ્રદેશના આદિજાતિ મંત્રી વિજય શાહે કર્નલ સોફિયા કુરેશી વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ નિવેદન પછી હોબાળો મચી ગયો. જ્યાં સુધી વિજય શાહને ખ્યાલ ન આવ્યો કે આ એક મોટી ભૂલ છે. આ પછી તેમણે માફી માંગવાનું શરૂ કર્યું.

તેણે કહ્યું કે હું 10 વાર માફી માંગવા તૈયાર છું. બહેન સોફિયા મારા માટે મારી સગી બહેન કરતાં વધુ મહત્વની છે. તે દેશની રક્ષા માટે તૈનાત છે. હું તેમને સલામ કરું છું. વિજય શાહે કહ્યું કે જો મારા વિચલિત અને ઉદાસ મનમાંથી કંઈ નીકળ્યું હોય તો હું 10 વખત તેમની માફી માંગવા તૈયાર છું.

વિજય શાહે કહ્યું કે ઘટનાના દિવસથી જ તે પરેશાન છે. તેણે કહ્યું કે મારો પરિવાર પણ મિલેટરી બેકગ્રાઉન્ડથી છે. અમારા પરિવારના ઘણા લોકો શહીદ થયા છે અને અમે શહીદનું દુઃખ અનુભવ્યું છે. જે દિવસથી આ ઘટના બની ત્યારથી હું ખૂબ જ દુઃખી છું. જો કોઈ વ્યક્તિને તેની માતા, પરિવાર, પુત્ર અને પત્નીની સામે તેમનો ધર્મ અને જાતિ પૂછ્યા પછી અને તેમના કપડાં ઉતાર્યા પછી ગોળી મારીને હત્યા કરવામાં આવે છે, તો આ ઘટના ચિંતાજનક છે. તે દિવસથી, હું ફક્ત દુઃખી જ નથી પણ પરેશાન પણ છું, અને જો મેં વ્યથિત અને દુઃખી મનમાં કંઈ કહ્યું હોય, તો હું તેના માટે માફી માંગુ છું.