હાર બાદ ધોનીનું છલકાયું દર્દ, મેચ વિશે કહી આ વાત

MS Dhoni: ધોનીએ કેપ્ટન તરીકે આઈપીએલની આ સિઝનની પોતાની પહેલી મેચ હારી ગઈ છે. પહેલી મેચ જીત્યા બાદ CSK એક પણ મેચ જીતી નથી. મેચ બાદ ધોનીનું દુઃખ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. આવો જાણીએ મેચ પછી ધોનીએ શું કહ્યું.

આ પણ વાંચો: ધોની પહેલેથી જ નંબર વન, આવો છે અત્યાર સુધીનો કપ્તાનીમાં રેકોર્ડ

હાર બાદ કેપ્ટન એમએસ ધોનીએ શું કહ્યું?
KKR સામે આઠ વિકેટથી મળેલી શરમજનક હાર બાદ મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું, “કેટલીક મેચ એવી હોય છે જેમાં આપણે આપણી શૈલી મુજબ રમી શકતા નથી.” ધોનીએ સ્વીકાર્યું કે ટીમ બોર્ડ પર પૂરતા રન બનાવી શકી નથી. જ્યારે તમે વિકેટ ગુમાવો છો ત્યારે ટીમ પર દબાણ આવે છે. તેમણે કહ્યું કે ટીમ પાવર પ્લેમાં એટલે કે પ્રથમ છ ઓવરમાં માત્ર 31 રન બનાવી શકી હતી. બેટ્સમેનોની નિષ્ફળતા પર ધોનીએ કહ્યું કે તે બંને, એટલે કે રચિન રવિન્દ્ર અને ડેવોન કોનવે, બેસ્ટ બેટ્સમેન છે.