મુખ્તાર અંસારીનું હાર્ટ એટેકથી જેલમાં મોત, ખોરાકમાં ઝેર આપવાનો આક્ષેપ
બાંદાઃ મુખ્તાર અંસારી 19 માર્ચથી પેટમાં દુખાવાની ફરિયાદ કરતો હતો અને તેના ખોરાકમાં ઝેર આપવાનો આરોપ લગાવતો હતો. ઉલ્લેખનીય છે કે, તેનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. જો જેલના સૂત્રોનું માનીએ તો મુખ્તારને મેડિકલ કોલેજમાં નહીં પરંતુ જેલમાં જ તપાસ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો. આ પછી જ અધિકારીઓની ટીમે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી અને તેને મેડિકલ કોલેજ લઈ ગઈ.
ત્યાં મુખ્તાર લગભગ એક કલાક સુધી જીવન-મરણ વચ્ચે ઝઝૂમતો રહ્યો. રાત્રે 9.30 વાગ્યાની આસપાસ તેનું અવસાન થયું હતું, પરંતુ લગભગ એક કલાક પછી 10.30 વાગ્યે તેની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ મેડિકલ કોલેજ પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી હતી.
આ પણ વાંચોઃ પિતાના મોતના સમાચાર મળતાં જ ખુરશી પરથી પડ્યો ઉમર, કહ્યું – જીવતા જોવા ન દીધા
બે દિવસ પહેલાં મેડિકલ કોલેજમાંથી પરત આવ્યા બાદ મુખ્તારે ખાવા-પીવાનું ઓછું કરી નાખ્યું હતું. બુધવાર સુધી અમુક ફળ જ ખાધા હતા. જેલના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુરુવારે બપોરથી તેની તબિયત ફરી બગડવા લાગી હતી. માહિતી મળતાંની સાથે જ જિલ્લા હોસ્પિટલના ત્રણ ડોક્ટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તેમના સ્વાસ્થ્યની તપાસ કરી હતી. ગુરુવારે મુખ્તારે માત્ર ખીચડી જ ખાધી હતી.