દિલ્હીની મહિલાઓના ખાતામાં મહિને 1000 રૂપિયા ક્યારથી આવશે?
Mukhyamantri Mahila Samman Scheme: દિલ્હીની આમ આદમી પાર્ટીએ મહિલાઓને લઈને મોટી જાહેરાત કરી છે. સીએમ આતિશીએ દિલ્હીમાં મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં મહિલાઓના ખાતામાં દર મહિને 1000 રૂપિયા જમા કરાશે. આવો જાણીએ કે દિલ્હીમાં મહિલાઓના ખાતામાં મહિને 1000 રૂપિયા ક્યારે આવશે.
આ પણ વાંચો: શિયાળામાં મારૂતીનંદનને સેવંતીના ફૂલનો શણગાર, સિલ્કના વાઘા પર જરદોશી વર્ક
આતિશીએ કહી આ વાત
‘મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના’ અંગે આતિશીએ કહ્યું કે જે શહેરની મહિલાઓને 1,000 રૂપિયાની માસિક સહાય પૂરી પાડવામાં આવશે જે ગામી 7 થી 10 દિવસમાં શરૂ કરી દેવામાં આવશે. સરકાર નોંધણી પ્રક્રિયા પર કાર્ય કરી રહી છે. આ યોજના હેઠળ 31 માર્ચ, 2025 સુધી ચાલુ નાણાકીય વર્ષના અંત પહેલા એક કે બે હપ્તા મળી રહશે. બીજી બાજૂ અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે જો અમારી સરકાર આવશે તો આગળ જતાં સરકાર દર મહિને 2100 રૂપિયા મહિલાઓના ખાતામાં જમા કરશે.