October 22, 2024

શું મુંબઈ ઈન્ડિયન્સ આ ખેલાડીઓને જાળવી રાખશે?

Mumbai Indians IPL 2025: આઈપીએલ 2025ને લઈને સતત ચર્ચાઓ થઈ રહી છે, કારણ કે આ વખતે ઘણી ટીમમાં ફેરફાર થઈ શકે છે. તમામ ટીમોની જેમ મુંબઈ ઈન્ડિયન્સે પણ 31 ઓક્ટોબર સુધીમાં BCCIને તેમની રિટેન્શન લિસ્ટ સબમિટ કરવી પડશે. આવો જાણીએ 5 એવા ખેલીડીઓ વિશે કે જે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ જાળવી શકે છે.

જસપ્રીત બુમરાહ
જસપ્રિત બુમરાહ મુંબઈ ઈન્ડિયન્સમાં આવ્યા પછી શરૂઆતની કેટલીક સિઝન સારી ન હતી. પરંતુ એ વાતને નકારી ના શકાય કે તે ટોચના બોલરમાં આવે છે. બુમરાહ હરાજીમાં 18 કરોડ રૂપિયામાં જાળવી રાખવામાં આવી શકે છે. તે ગઈ સિઝનમાં 13 મેચમાં 20 વિકેટ લીધી હતી.

સૂર્યકુમાર યાદવ
સૂર્યકુમાર યાદવ વર્તમાન ક્રિકેટના એવા કેટલાક બેટ્સમેનોમાંનો એક છે જે ફળ બેટ્સમેનમાં પહેલું નામ આવે છે. તેના સારા પ્રદર્શન અને તેની ક્ષમતાને ધ્યાનમાં રાખીને તેને જાળવી રાખવામાં આવી શકે છે. MI માટે તેણે 96 મેચમાં 2,986 રન બનાવ્યા છે.

રોહિત શર્મા
IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને અચાનક મુંબઈની ટીમને કમાન સંભાળવા આપી દીધી હતી. આકી સિઝનમાં હાર્દિક અને રોહિત વચ્ચે તણાવ જોવા મળી રહ્યો હતો. મતભેદની અફવાઓ પણ સામે આવી હતી. રોહિત એવો કપ્તાન છે કે તેની કેપ્ટનશિપમાં MIને 5 વખત IPLચેમ્પિયન બનાવ્યું છે.

આ પણ વાંચો: બીજી ટેસ્ટ પહેલાં રોહિત શર્માનું ટેન્શન કેમ વધ્યું?

હાર્દિક પંડ્યા
હાર્દિક પંડ્યાએ તેની કપ્તાનીમાં ગુજરાત ટાઇટન્સને IPL 2022ની ચેમ્પિયન બનાવી હતી. પરંતુ ગઈ સિઝનમાં મુંબઈની ટીમના કપ્તાન બન્યા બાદ તેને ખુબ ટિકાનો સામનો કરવો પડ્યો હતો. તેની સાથે તેના ઘણા એવા નિર્ણય હતા કે જેના કારણે તેને લોકોની ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. તે પોતે પણ સારું પ્રદર્શન કરવામાં ફેલ થયો હતો. તેને જાળવી રાખવાની પણ શક્યતાઓ છે.