January 18, 2025

આરોગ્ય માટે બેસ્ટ છે તલ ગોળના લાડુ, આ રહી સરળ રેસીપી

Jaggery Sesame Laddus: શિયાળાની ઠંડીમાં શરીરને ગરમ રાખવું જરૂરી છે. ત્યારે શિયાળાની ઠંડીમાં લોકો તલના લાડુથી લઈને અડદિયા જેવા વસાણા બનાવતા હોઈએ છીએ. ત્યારે અમે તમારા માટે ગોળથી બનાવેલા તલના લાડુ લઈને આવ્યા છીએ. આવો જાણીએ સરળ રીતથી કેવી રીતે બનાવી શકો છો ગોળથી બનાવેલા તલના લાડુ.

આ પણ વાંચો: ગુજરાતમાં દારૂ ઘુસાડવાના વધુ એક કિમિયાનો પર્દાફાશ, કન્ટેનરનું છાપરું તોડી 578 પેટી દારૂ જપ્ત કરાયો

લાડુ બનાવવાની સરળ રીત:
ગોળ અને તલના લાડુ બનાવવા માટે પહેલા એક કડાઈમાં તલને મધ્યમ તાપ પર શેકી લો. શેકેલા તલને ઠંડા થવા માટે બાજુ પર રાખો. એક પેનમાં એક ચમચી ઘી ગરમ કરી તેમાં ગોળ ઉમેરો અને તેને ધીમા તાપે ઓગળવા દો. જ્યારે ગોળ સારી રીતે ઓગળી જાય, ત્યારે શેકેલા તલ, વાટેલી બદામ, કાજુ અને એક ચમચી એલચી પાવડર ઉમેરો. મિશ્રણ ઠંડું થાય, ત્યાં સુધી રાહ જોશો અને પછી તેને લાડુના આકાર આપી દો. આ લાડુઓ હવાચુસ્ત ડબ્બામાં રાખી બે અઠવાડિયા સુધી સંગ્રહિત કરી શકાય છે. દરરોજ એક અથવા બે લાડુ ખાવાથી તમારા શરીરમાં ઉર્જા રહેશે, હાડકાં મજબૂત થશે અને તમે શિયાળાની ઠંડીનો આનંદ ઉઠાવી શકશો.