સરસવનું તેલ કરશે વાળને કાળા, આ પાંદડા કરો મિક્સ થશે ડબલ ફાયદો
Mustard Oil: આજના સમયમાં મોટા ભાગના લોકોના નાનપણથી જ વાળ સફેદ થઈ જતા હોય છે. જે લોકોને સફેદ વાળની સમસ્યા રહેતી હોય તે લોકોએ ચોક્કસ સરસવના તેલનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ તેમાં પણ જો તમે એક વસ્તુ મિક્સ કરશો તો તમારા વાળ સફેદ કયારે પણ નહીં થાય.
સરસવનું તેલ
સરસવનું તેલ તમારા વાળને કાળા કરવા માટે મદદ કરે છે. વાળના મૂળ સુધી પોષણ આપે છે. આ તેલ વાળને મજબૂત અને ચમકદાર કરવામાં મદદ કરે છે. સરસવના તેલમાં તમને એન્ટીઓક્સીડેન્ટ્સની સાથે વિટામિન્સ મળી રહે છે. જે તમારા વાળ માટે ખૂબ ફાયદાકારક છે.
મીઠો લીમડો
અમે તમને જે પાનની વાત કરી રહ્યા છીએ તે છે મીઠો લીમડો. આ મીઠા લીમડાના પાન વાળને કાળા કરવા માટે મદદ કરે છે. મીઠો લીમડો અકાળે સફેદ થતા વાળને અટકાવે છે. જે વાળને લાંબ અને કાળા કરવા માટે મદદ કરે છે. વાળનો ગ્રોથ વધારવા માટે મીઠા લીમડાનો ઉપયોગ કરવામાં આવે છે.
આ પણ વાંચો:BCCIમાં જય શાહનું સ્થાન કોણે લીધું?
વાળને કાળા કરવા માટે આ રીતે બનાવો તેલ
આ તેલ માટે તમારે 1 કપ સરસવનું તેલ લેવાનું રહેશે. તેને એક પેનમાં ગરમ કરો. હવે તમારે તેમાં 15-20 તાજા મીઠા લીમડાના પાન નાંખવાના રહેશે. હવે તેલ ઠંડુ થઈ જાય પછી તેને ગાળી લો. ઠડું થઈ જાય પછી ગાળીને બોટલમાં ભરી દો. આ તેલને તમારે વાળના મૂળમાં સારી રીતે લગાવો. લગભગ 1-2 કલાક માટે વાળમાં રાખો. આ પછી તમારે શેમ્પૂથી વાળને સાફ કરી લેવાના રહેશે. તમારે અઠવાડિયામાં 2-3 વખત લગાવો.