December 23, 2024

‘રાખી સાવંત સાથે મારા લગ્ન ગેરકાયદેર’,આદિલે કર્યો મસમોટો ખુલાસો

મુંબઈ: રાખી સાવંતના પૂર્વ પતિ આદિલ ખાને 3 માર્ચે ‘બિગ બોસ 12’ ફેમ સોમી ખાન સાથે લગ્ન કર્યા હતા. તેના લગ્ન દરમિયાન આદિલ નહોતા ઈચ્છતા કે તેને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે અને તેથી તેણે સોમી સાથેના સંબંધોને મીડિયાથી છુપાવીને રાખ્યા. હાલમાં એક ઈન્ટરવ્યુમાં આદિલે તેના નવા અને જૂના બંને લગ્નો વિશે ખુલીને વાત કરી હતી અને એવો પણ દાવો કર્યો હતો કે રાખી સાવંત સાથેના તેના લગ્ન ગેરકાયદેસર છે.

આદિલ માને છે કે સોમી ખાન સાથેના તેના લગ્નને ‘પબ્લિસિટી સ્ટંટ’ તરીકે જોઈ શકાય છે. પરંતુ ખરેખરમાં તેણે સોમી ખાન સાથે દિલથી લગ્ન કર્યા છે. આદિલ હવે રાખી સાવંત સાથે પોતાનો ભૂતકાળ છોડવા માંગે છે. કારણ કે તે માને છે કે રાખી કોઈના જીવનમાં ખુશી લાવી શકતી નથી. આ દરમિયાન રાખીની ટીકા કરતી વખતે આદિલે એમ પણ કહ્યું કે તે હંમેશા તેના વિશે નકારાત્મકતા ફેલાવે છે.

 

View this post on Instagram

 

A post shared by SOMI KHAN (@somikhan_ks)

આદિલે કર્યો મોટો ખુલાસો

પોતાના અને રાખીના લગ્ન વિશે વાત કરતાં આદિલે કહ્યું, “જો રાખી સાવંત સાથે મારા લગ્ન વિશે વાત કરવામાં આવે છે. તો હું તેના વિશે માત્ર એટલું જ કહેવા માંગુ છું કે તે લગ્ન ગેરકાયદેસર છે. કારણ કે જ્યારે અમે લગ્ન કર્યા ત્યારે રાખીના લગ્ન થઈ ચૂક્યા હતા. તેણે મારી સાથે છેતરપિંડી કરી હતી. આ અંગેનો કેસ હાલમાં કોર્ટમાં ચાલી રહ્યો છે અને મામલો એ છે કે મેં બીજી વાર લગ્ન કેવી રીતે કર્યા? તેથી મને ફરીથી લગ્ન કરવાનો સંપૂર્ણ અધિકાર છે કારણ કે હું મુસ્લિમ છું. મારા પરિવારની હાજરીમાં મેં ઔપચારિક રીતે લગ્ન કર્યા. મેં કોઈના પરિવાર વિના, બંધ રૂમમાં કોઈની સાથે લગ્ન કર્યા નથી. મેં સોમી અને મારા પરિવારની મંજુરીથી દહેજ આપ્યું છે. મેં રિસેપ્શન પણ કર્યું. સોમી સાથે સત્તાવાર રીતે લગ્ન કર્યા પછી જ હવે હું મારી પત્ની સાથે ફરવા જઈ રહ્યો છું.