નડિયાદના ત્રણ લોકોના મોત મામલે SPએ કહ્યુ – FSLમાં લઠ્ઠો નહીં મળ્યો,લોહી ગંઠાઈ જવાથી મોત

ખેડાઃ નડિયાદના ત્રણ લોકોના મોત મામલે જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને માહિતી આપી હતી. પોલીસ વડાએ લઠ્ઠાકાંડની વાત નકારી કાઢી હતી.
પોલીસવડાએ કહ્યું હતું કે, FSLમાં લઠ્ઠો મળી આવ્યો નથી. મૃતકોના શરીરમાં લોહી ગંઠાઈ ગયું હતું. મૃતકોએ જીરા સોડા પીધી હતી. ત્યારબાદ તેમની તબિયત લથડી હતી. પોલીસે ઘટનાને આંખે જોનારા વ્યક્તિનું નિવેદન લીધું છે. મૃતકો દેશી દારૂ પીવાના બાંધણી હતા. પરંતુ મૃત્યુ દારૂના કારણે નથી.
નડિયાદમાં દેશી દારૂ વેચતા ઘણા લોકોની પોલીસે અટકાયત પણ કરી હોવાની સ્પષ્ટતા કરી હતી. જો કે, મૃત્યુ કયા કારણથી થયું તે બાબતે પોલીસ હજુ સ્પષ્ટ નથી. મહત્વની વાત છે કે, નડિયાદમાં 2023માં સીરપકાંડ બન્યો હતો. હવે સોડા કાંડ તરફ સમગ્ર ઘટના જઈ રહી છે.