July 2, 2024

નાલંદા યુનિવર્સિટીનો ઇતિહાસ: ખીલજીએ ખુન્નસમાં સળગાવી નાંખી, 3 મહિના સુધી ભડકે બળી

Nalanda University History: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) બિહારના પ્રવાસે છે. ત્યાં રાજગીરમાં નાલંદા યુનિવર્સિટીના (Nalanda University) નવા કેમ્પસનું તેમણે ઉદ્ઘાટન કર્યું છે. ભારતની પહેલી અને વિશ્વની બીજી સૌથી પ્રાચીન વિશ્વવિદ્યાલય ગણાતી નાલંદા યુનિવર્સિટીનો ઇતિહાસ રસપ્રદ છે. કેવી રીતે સમગ્ર વિશ્વમાં વિખ્યાત થઈ અને અંતે ભડકે બળી. જાણો તમામ માહિતી…

કોણે બનાવી નાલંદા યુનિવર્સિટી?
નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના 427 ઇસમાં થઈ હતી. તેનું નિર્માણ ગુપ્ત વંશના શાસક કુમાર ગુપ્ત પ્રથમે કરાવ્યું હતું. ત્યારબાદ તેમના ઉત્તરાધિકારીઓએ નાલંદાની સરભરામાં કોઈ કસર છોડી નહોતી. સ્થાપનાના અંદાજે 700 વર્ષ સુધી નાલંદા દુનિયાભરમાં શિક્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહી હતી. દિવસેને દિવસે તે વિશ્વભરમાં પ્રખ્યાત થઈ હતી.

શું-શું ભણાવવામાં આવતું હતું?
નાલંદા વિશ્વવિદ્યાલયમાં (Nalanda University) દુનિયાના તમામ ખૂણામાંથી 10 હજાર જેટલા વિદ્યાર્થીઓ એકસાથે ભણતા હતા. અહીં ધર્મ, દર્શન, તર્કશાસ્ત્ર, ચિત્રકલા, વાસ્તુ, અંતરિક્ષ વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, ધાતુ વિજ્ઞાન ભણાવવામાં આવતું હતું. ઇતિહાસકારોના જણાવ્યા પ્રમાણે, 100 વર્ષમાં જ નાલંદા વિશ્વવિદ્યાલય ચિકિત્સા વિજ્ઞાન ભણાવવામાં સમગ્ર વિશ્વમાં અવ્વલ બની ગઈ હતી. અહીં વિદ્યાર્થીઓને આધુનિક ચિકિત્સા પદ્ધતિ સાથે સાથે આયુર્વેદ અંગે ભણાવવામાં આવતું હતું.

ખિલજીએ નાલંદાને કેમ સળગાવી?
નાલંદા વિશ્વવિદ્યાલય 1193 સુધી આબાદ રહી હતી. તુર્ક આક્રમણકારી બખ્તિયાર ખિલજીએ તેના પર હુમલો કર્યો હતો. આખી યુનિવર્સિટીને વેરવિખેર કરી નાંખી હતી. ઇતિહાસકારો જણાવે છે કે, જ્યારે ખિલજીએ નાલંદા યુનિવર્સિટી પર હુમલો કર્યો, ત્યારે તેના ત્રીજા માળે લાયબ્રેરીમાં અંદાજે 90 લાખ પુસ્તકો સહિત પાંડુલિપિ હતી. લાયબ્રેરીમાં આગ લાગ્યા બાદ 3 મહિના સુધી પુસ્તકો સળગતા હતા. કેટલાક ઇતિહાસકારો કહે છે કે, ખિલજીએ નાલંદા વિશ્વવિદ્યાલય પર હુમલો કરવાનું મુખ્ય કારણ ઇસ્લામને ચેતવણી આપી હતી તે હતું.

ખિલજીને લાગ્યું કે નાલંદા વિશ્વવિદ્યાલયમાં જે રીતે બૌદ્ધ અને હિંદુ ધર્મ વિકસી રહ્યો છે, તેનાથી ઇસ્લામને ખતરો છે. ફારસી ઇતિહાસકાર મિનહાજુદ્દીન સિરાજ તેમના પુસ્તક ‘તબાકત-એ-નાસિરી’માં લખે છે કે, ખિલજી કોઈ કિંમતે બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર કરવા માગતો નહોતો. તેણે પહેલા નાલંદા વિશ્વવિદ્યાલયમાં ઇસ્લામનું શિક્ષણ આપવા માટે દબાણ કર્યું હતું. પછી હુમલો કર્યો હતો. તેની બર્બરતાથી સમગ્ર વિશ્વવિદ્યાલય નાશ પામી હતી અને હજારો વિદ્વાન સહિત બૌદ્ધ ભિક્ષુ માર્યા ગયા હતા.