September 17, 2024

પેરિસ પેરાલિમ્પિક્સ માટે ભારતીય ખેલાડીઓના નામ જાહેર

Paris Paralympics 2024: ભારતે પેરિસ 2024 પેરાલિમ્પિક્સમાં ભાગ લેવા માટે 84 ખેલાડીઓના નામની જાહેરાત કરી છે. આ તમામ ખેલાડીઓ 28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી યોજાનારી પેરાલિમ્પિક્સમાં ભાગ લેશે. પેરાલિમ્પિક ગેમ્સમાં મોકલેલ સૌથી મોટી ટીમ છે. ભારતે ટોક્યો 2020 પેરાલિમ્પિકમાં 54 એથ્લેટ મોકલ્યા, જેમાં 14 મહિલા એથ્લેટનો સમાવેશ થાય છે. આ વખતે ભારતે પેરિસ પેરાલિમ્પિક્સ 2024 માટે 84 ખેલાડીઓના નામ જાહેર કર્યા છે. જેમાં 32 મહિલાઓ છે. ગુજરામાંથી 4 મહિલાઓ છે અને એક પુરુષ ખેલાડીનો સમાવેશ થાય છે.

12 રમતોમાં ભાગ
ભારતીય ખેલાડીઓ 12 રમતોમાં ભાગ લેતા જોવા મળશે. જેમાં પેરા સાયકલિંગ, પેરા રોઈંગ અને બ્લાઈન્ડ જુડો જેવી ગેમ જોવા મળશે. ટોક્યો 2020 એ ભારતની સૌથી સફળ પેરાલિમ્પિક ગેમ્સ હતી, જેમાં દેશે પાંચ ગોલ્ડ, આઠ સિલ્વર અને છ બ્રોન્ઝ સહિત કુલ 19 મેડલ જીત્યા હતા. તમને જણાવી દઈએ કે અરશદ શેખ મેન્સ C2 પેરા સાયકલિંગ ઈવેન્ટમાં, જ્યોતિ ગડેરિયા મહિલાઓની C2 ઈવેન્ટમાં, કપિલ પરમાર બ્લાઈન્ડ જુડોમાં પુરૂષોની 60kg J1 ઈવેન્ટમાં ભાગ લેશે. તેની સાથે કોકિલા હશે, જે મહિલાઓની 48kg J2 શ્રેણીમાં ભાગ લેશે. અનિતા અને કે. નારાયણ પેરા રોઇંગમાં PR3 મિક્સ્ડ ડબલ્સ સ્કલ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા જોવા મળશે.

આ પણ વાંચો: રાહુલ દ્રવિડના પુત્ર મારી ગજ્જબ સિક્સ, વીડિયો વાયરલ!

ગુજરાતના આ પાંચ ખેલાડીઓ
ભાવીનાબેન એચ. પટેલ, સોનલબેન એમ. પટેલ, ભાવનાબેન એ. ચોધરી, નિમિયા સી. એસ., રાકેશકુમાર ડી. ભટ્ટ આ પાંચ ગુજરાતનાં ખેલાડીઓ પેરાલિમ્પિક્સમાં ભાગ લેશે. મહત્વની બાબત એ છે કે પેરિસ પેરાલિમ્પિક્સમાં ભાગ લેનાર ગુજરાતનાં આ પાંચ ખેલાડીઓ પૈકી 4 મહિલા ખેલાડીઓ છે.