March 4, 2025

IND vs AUS સેમિફાઇનલ મેચ માટે ઓનફિલ્ડ અમ્પાયરોના નામ જાહેર

Semi Finale Champions Trophy 2025: ICCએ ભારત vs ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા vs ન્યુઝીલેન્ડ માટે અમ્પાયરોના નામની જાહેરાત કરી છે. ICC એ ઓન-ફિલ્ડ અમ્પાયર, થર્ડ અમ્પાયર અને મેચ રેફરીના નામ જાહેર કર્યા છે.

જોએલ વિલ્સન થર્ડ અમ્પાયર રહેશે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ આવતીકાલે રમાશે. બીજી સેમિફાઇનલ મેચ દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. માઈકલ ગોફ થર્ડ અમ્પાયર રહેશે અને એન્ડી પાયક્રોફ્ટ મેચ રેફરી રહેશે. દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડની મેચમાં ઓન-ફિલ્ડ અમ્પાયર શ્રીલંકાના કુમાર ધર્મસેના અને ઓસ્ટ્રેલિયાના પોલ રીફેલ હશે. દુબઈમાં યોજાનારી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સેમિફાઇનલ મેચ માટે ન્યુઝીલેન્ડના ક્રિસ ગેફેની અને ઇંગ્લેન્ડના રિચાર્ડ ઇલિંગવર્થ ઓન-ફિલ્ડ અમ્પાયર રહેશે. આ મેચ માટે જોએલ વિલ્સન થર્ડ અમ્પાયર રહેશે, જ્યારે રંજન મદુગલે મેચ રેફરી રહેશે.