અંબાજી ખાતે ત્રી-દિવસીય રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધાનું સમાપન, 500થી વધુ મહિલાઓએ ભાગ લીધો

બનાસકાંઠા: યાત્રાધામ અંબાજીમાં સૌપ્રથમ વખત ત્રી-દિવસીય રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધાનું શુભારંભ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો હતો. જે NPTS ખેલો ઇન્ડિયા નેશનલ રેન્કિંગ અને વિમેન્સ આર્ચરી ટુર્નામેન્ટમાં દેશભરના 28 રાજ્ય અને 8 કેન્દ્ર સાશિત પ્રદેશોમાંથી 500 ઉપરાંત મહિલાઓએ આ તીરંદાજી સ્પર્ધામાં ભાગ લીધો હતો. અંબાજીમાં GMDC ગ્રાઉન્ડ ખાતે ખેલાયેલી આ ત્રી-દિવસીય આર્ચરી સ્પર્ધાનું આજે સમાપન કરવામાં આવ્યું છે.
જેમાં દેશભરમાંથી 18 યુવતીઓએ પોતાના રાજ્યનું નામ રોશન કર્યું છે અને હવે તેઓ આર્ચરી ક્ષેત્રે વિદેશોમાં પણ નામ રોશન કરવા થનગની રહ્યા છે. તેમાં સિનિયર કેટેગરીમાં 6 ગોલ્ડ મેડલ, જુનિયર કેટેગરીમાં 6 સિલ્વર મેડલ અને સબ જુનિયર કેટેગરીમાં 6 બ્રોન્ઝ મેડલ બનાસકાંઠાના મહિલા આઇપીએસ અધિકારી સુમન નાલાના હસ્તે આ મેડલ અર્પણ કરવામાં આવ્યા હતા. જ્યાં દેશભરમાંથી આ જે મહિલાઓએ આર્ચરી ક્ષેત્રે દેશના છેવાડા વિસ્તારમાંથી ભાગ લેવા અંબાજી આવી છે. તેમાં વિજેતા પ્રાપ્ત કરેલ યુવતીઓને શુભેચ્છા પાઠવવા સાથે સરકાર દ્વારા નિયત કરાયેલા રોકડ રકમના ચેક પણ અર્પણ કર્યા હતા.
સિનિયર કેટેગરીમાં પ્રથમ ક્રમાંક એટલે કે ગોલ્ડ મેડલ સાથે 3 લાખનું રોકડ ઇનામ જીતનાર પંજાબની સીવીએ ખુશી વ્યક્ત કરી હતી. અન્ય યુવતીઓ અને મહિલાઓએ પણ આર્ચરી ક્ષેત્રે તેમજ અન્ય રમતગમત ક્ષેત્રે આગળ આવવા આહવાન કર્યું હતું. જોકે રાષ્ટ્રીયકક્ષાની આ સ્પર્ધા ગુજરાતને સ્પોર્ટ્સ હબ બનાવવા અંબાજીમાં રમાયેલી આ સ્પર્ધાની મુખ્ય ભૂમિકા રહેશે. સમગ્ર આર્ચરી સ્પર્ધાનું આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત અને આર્ચરી એસોસિયેશન ઇન્ડિયાના સહયોગથી આ ઇવેન્ટ હાથ ધરવામાં આવી હતી.