December 8, 2024

NCP અજીત પવાર જૂથના બાબા સિદ્દિકીની ગોળી મારી કરાઇ હત્યા

NCP Baba Siddique News: મહારાષ્ટ્રના NCP અજીત પવાર અને NCP શરદ પવાર જૂથો વચ્ચે ચાલી રહેલી ગરમાગરમી વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક NCP નેતા પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. NCP અજીત પવાર જૂથના સિનિયર નેતા બાબા સિદ્દિકી પર ફાયરિંગ કરવામાં આવ્યું છે.

પ્રાથમિક માહિતી પ્રમાણે બાબા સિદ્દિકીને ત્રણ ગોળીઓ વાગી છે. ફાયરિંગ બાદ ઘાયલ થયેલ બાબા સિદ્દિકીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. મહત્વનું છે કે, બાબા સિદ્દિકી પર તેમના દીકરા જ શાન સિદ્દિકીની બાંદ્રા ખાતે આવેલ ઓફિસ બહાર બાંદ્રા ખેરવાડી સિગ્નલ પાસે ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

આ મામલે તુરંત કાર્યવાહી કરતાં પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે. ઝડપાયેલ ત્રણેય આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

મહત્વનું છે કે, ચાલુ વર્ષે જ બાબા સિદ્દિકી કોંગ્રેસ છોડીને NCP (અજીત પવાર) જુથમાં સામેલ થયા હતા. છેલ્લા 48 વર્ષોથી તેઓ કોંગ્રેસમાં રહ્યા હતા. કોંગ્રેસ છોડતા સમયે તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાં લખ્યું હતું કે હું એક યુવા કિશોર તરીકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) પાર્ટીમાં જોડાયો હતો અને આ 48 વર્ષ સુધી ચાલેલ એક મહત્વપૂર્ણ સફર હતી. આજે હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી તાત્કાલિક અસરથી રાજીનામું આપી રહ્યો છું.