September 12, 2024

નિરજ ચોપડા ટૂંક સમયમાં ફરી એકશનમાં મળશે જોવા

Neeraj Chopra: પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ભારતના સ્ટાર જેવલિન થ્રો એથલીટ નિરજ ચોપરા ટૂંક સમયમાં એક્શનમાં જોવા મળશે. તે 22 ઓગસ્ટના રોજ લોઝેન ડાયમંડ લીગમાં ભાગ લેશે.

લોકોના દિલ જીતી લેશે
પેરિસ ઓલિમ્પિકમાં 89.45 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીતનાર ભારતના સ્ટાર જેવલિન થ્રો એથ્લેટ નિરજ ચોપરા ટૂંક સમયમાં ફરી એક્શનમાં તમને જોવા મળશે. જોકે નિરજે સિલ્વર મેડલ જીત્યા બાદ કહ્યું હતું કે તે હવે આરામ લેવા માંગે છે. કારણે કે તે ઈજાને કારણે સંપૂર્ણ ફોર્મમાં નથી. પરંતુ હવે તે તે 22 ઓગસ્ટે યોજાનારી લુઝેન ડાયમંડ લીગમાં ભાગ લેશે અને ફરી લોકોના દિલ જીતી લેશે.

આ પણ વાંચો: રાહુલ દ્રવિડના પુત્ર મારી ગજ્જબ સિક્સ, વીડિયો વાયરલ!

આ પણ વાંચો: ભારતીય હોકી ટીમમાં પીઆર શ્રીજેશનું સ્થાન કોણ લેશે?

ડાયમંડ લીગમાં લેશે ભાગ
હાલમાં સ્વિટ્ઝરલેન્ડમાં હાજર નિરજે એક મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે તેઓ 22 ઓગસ્ટે લુઝાનમાં યોજાનારી ડાયમંડ લીગની ફાઇનલમાં ભાગ લેશે. ફાઇનલ મેચ રમવા માટે, નિરજને 5 સપ્ટેમ્બરે લૌઝેન અથવા ઝ્યુરિચમાં યોજાનારી ડાયમંડ લીગમાં ભાગ લેવો જરૂરી છે. આવી સ્થિતિમાં નિરજે હવે લુઝાનમાં ભાગ લેવાનું નક્કી કર્યું છે. મારા ફિઝિયોએ પેરિસ ઓલિમ્પિક દરમિયાન આ ઈજાની સારવાર કરી હતી, જેના કારણે હવે સ્થિતિ પહેલા કરતા સારી છે. નિરજ ચોપરાએ વર્ષ 2022માં ડાયમંડ લીગની ફાઈનલ જીતી હતી. આ વખતે ફાઈનલ 13 અને 14 સપ્ટેમ્બરે યોજાશે.