અરશદ નદીમને ભારત બોલાવવા બદલ નિરજ થયો ટ્રોલ, X પર પોસ્ટ કરી કહી આ વાત

Arshad Nadeem and Neeraj Chopra: પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં નિર્દોષ 26 લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આવું થતાની સાથે દેશની સાથે દુનિયામાં શોકની લાગણી ફેલાઈ હતી. ભારતની સરકારે પણ પાકિસ્તાનને વળતો પ્રહાર કર્યો હતો અને ઘણા મહત્વના નિર્ણય લીધા હતા. . આ હુમલા પહેલા ભારતના નિરજ ચોપરાએ પાકિસ્તાનના અરશદ નદીમને જેવલિન ટુર્નામેન્ટમાં રમવા માટે આમંત્રણ આપ્યું હતું. પરંતુ અરશદે આ મામલે ઈનકાર કરી દીધો હતો. આ ટુર્નામેન્ટ 24 મેથી શરૂ થવાની છે. પરંતુ અરશદને આમંત્રણ મોકલવાનું નિરજ પર ઊલટું પડ્યું હતુ અને તેને ટ્રોલિંગનો સામનો કરવાનો વારો આવ્યો હતો. હવે નિરજે આ વિશે અભિપ્રાય આપ્યો છે.

આ પણ વાંચો: OnePlus 13T ઓછી કિંમતે લોન્ચ, જાણો ફિચર

નિરજ ચોપરા ટ્રોલ થયા
નિરજ ચોપરાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી હતી. જેમાં તેણે લખ્યું કે હુ સામાન્ય રીતે બોલી રહ્યો છું તેનો મતલબ એ નથી કે હું ખોટું માનું છું તેની વિરુદ્ધ નહીં બોલું. ખાસ કરીને જ્યારે વાત આવે છે મારા દેશ પ્રત્યેના પ્રેમ અને મારા પરિવારના સન્માન પર સવાલ ઉઠાવવાની. નદીમને બોલાવવાના મારા નિર્ણય વિશે ઘણી ચર્ચા થઈ છે અને તેમાંથી મોટાભાગની ચર્ચા નફરત અને દુર્વ્યવહારની છે. લોકોએ મારા પરિવારને પણ આ વાતમાં બાકાત રાખ્યો નહીં. મેં અરશદને જે આમંત્રણ મોકલ્યું હતું. તે એક ખેલાડીથી બીજા ખેલાડી સુધી હતું, તેનાથી વધુ કંઈ નહીં.