January 7, 2025

અમદાવાદમાં પાણીપુરીમાંથી નિકળ્યો વંદો, વીડિયો થયો વાયરલ

Ahmedabad Health News: પાણીપુરીનું નામ આવે એટલે ભલભલાના મોંમાં પાણી આવી જાય. પરંતુ હવે તમારા મોંમા પાણી લાવતી પાણીપુરી તમારા સ્વાસ્થને બગાડી શકે છે. કારણ કે મોટા ભાગની દુકાન કે લારી પર ચોખાઈનું ધ્યાન રાખવામાં આવતું નથી. હવે અમદાવાદમાં પકોડીમાંથી વંદો નીકળ્યો હોવાનું સામે આવ્યું છે. સેટેલાઇટ ખાતે આવેલી દીવાન પકોડી સેન્ટરની ઘોર બેદરકારી સામે આવી છે.

આ પણ વાંચો: સુરતમાં ધોરણ આઠની વિદ્યાર્થીનીએ આપઘાત બાદ પ્રફુલ પાનસેરીયાએ આપી પ્રતિક્રિયા

ગ્રાહકે હેલ્થ વિભાગમાં ફરિયાદ કરી
પાણીપુરીના પાણીમાંથી વંદો નીકળ્યો હોવાનું સામે આવ્યું છે. પકોડી સેન્ટરના સંચાલકે આ વિશે ઉડાઉ જવાબ આપ્યો હતો. ગ્રાહકે AMCના હેલ્થ વિભાગમાં ફરિયાદ કરી હતી. આ વીડિયોને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. અવારનવાર એવા વીડિયો સામે આવે છે જેમાં ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે.