December 22, 2024

આ દશેરામાં બાઈક લેવાનો પ્લાન હોય તો રોયલ એનફિલ્ડે આપી મોટી અપડેટ

Royal Enfield Classic 350: રોયલ એનફિલ્ડે આખરે લાંબા સમય બાદ તેના બેસ્ટ સેલિંગ મોડલ ક્લાસિક 350ને લઈને એક મોટી અપડેટ આપી છે. આ નવરાત્રી કે દિવાળી કે દશેરા પર બાઈક લેવાનો પ્લાન હોય તો રોયલ એનફિલ્ડ એક બેસ્ટ ઓપ્શન બની રહેશે. કંપનીએ આ બાઇકમાં નવા ગ્રાફિક્સ, કલર અને એડવાન્સ ફીચર્સનો સમાવેશ કર્યો છે જે તેને અગાઉના મોડલ કરતા વધુ સારી બનાવે છે. બાઈકલવર્સને ખ્યાલ જ હશે કે, આ બાઈક કોઈ સામાન્ય બાઈક નથી. જેની કિંમત 1 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

આવતા મહિને આવશે માર્કેટમાં
દેશની અગ્રણી બાઇક ઉત્પાદક રોયલ એનફિલ્ડે આખરે લાંબા સમય બાદ તેના બેસ્ટ સેલિંગ મોડલ Classic 350માં ઘણા ખરા ફેરફાર કર્યા છે. ખાસ કરીને લૂકથી લઈને ટાયર સુધીમાં ફેરફાર કર્યા છે. કંપનીએ તેના નવા Classic 350નું મોડેલનું લૉંચિગ કર્યું છે, બાઇકમાં નવા ગ્રાફિક્સ, કલર અને એડવાન્સ ફીચર્સનો સમાવેશ કર્યો છે. જે તેને અગાઉના મોડલ કરતા બાઈકને વધુ સારી બનાવે છે. Royal Enfieldએ હમણાં જ નવા Classic 350ને એક ડિસપ્લેમાં મૂક્યું હતું. તેની કિંમત હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. કંપની તેને સત્તાવાર રીતે તારીખ 1 સપ્ટેમ્બરે વેચાણ માટે માર્કેટમાં મૂકી શકે છે. તેની કિંમત પણ તે જ સમયે જાહેર કરવામાં આવશે. આ બાઇકનું ઓફિશિયલ બુકિંગ પણ લોન્ચિંગ સમયે શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો: EV કરતા 4ગણી વધારે વેચાય છે હાઈબ્રિડ કાર, જાણી લો આ ખાસ રીપોર્ટ

પાંચ નવા મોડલ માર્કેટમાં આવશે
નવી Classic 350 પાંચ નવા વેરિઅન્ટમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે. જેમાં હેરિટેજ, હેરિટેજ પ્રીમિયમ, સિગ્નલ, ડાર્ક અને એમરાલ્ડનો સમાવેશ થાય છે. આ બાઇક કુલ 7 રંગોમાં આવે છે. આનો અર્થ એ છે કે ગ્રાહકોને વિવિધ કલર ઓપ્શન સરળતાથી મળી રહેશે. હેરિટેજ વેરિઅન્ટમાં બે કલર હશે. મદ્રાસ રેડ અને જોધપુર બ્લુ. હેરિટેજ પ્રીમિયમ મેડલિયન બ્રોન્ઝ કલર વિકલ્પમાં ઉપલબ્ધ હશે, જ્યારે સિગ્નલ વેરિઅન્ટ કમાન્ડો સેન્ડમાં ઉપલબ્ધ હશે. ડાર્ક વેરિઅન્ટ ગન ગ્રે (કોપર હાઇલાઇટ્સ સાથે ગ્રે અને બ્લેકની ડ્યુઅલ-ટોન સ્કીમ) અને સ્ટીલ્થ બ્લેક (બ્લેક સ્કીમ પર બ્લેક) કલર વિકલ્પોમાં આવશે. આ સિવાય ટોપ-સ્પેક મોડલ એમરાલ્ડમાં ક્રોમ અને કોપર પિનસ્ટ્રાઇપ સાથે રીગલ ગ્રીન કલરનો વિકલ્પ હશે.

એન્જિનમાં કોઈ મોટો ફેરફાર નથી
રોયલ એનફિલ્ડે આ બાઇકના એન્જિન મિકેનિઝમમાં કોઈ ફેરફાર કર્યો નથી. પહેલાની જેમ, આ બાઇક 349 સીસી ક્ષમતાના સિંગલ સિલિન્ડર ‘J’ શ્રેણીના એન્જિન સાથે આવે છે. આ એન્જિન 20.2hpનો પાવર અને 27Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. કંપની એલોય વ્હીલ્સ અને ટ્યુબલેસ ટાયર સાથે તેના કેટલાક વેરિયન્ટ્સ ઓફર કરી રહી છે. જે તેના રેટ્રો લુકને થોડો આધુનિક ટચ આપે છે. ક્લાસિક 350નો દેખાવ અને ડિઝાઇન મોટાભાગે સમાન રહે છે. કંપનીએ તેનો રેટ્રો લુક જાળવી રાખ્યો છે.

આ પણ વાંચો: ડાયમંડ કટના લુક સાથે આવી નવી થાર, SUVને ટક્કર મારે એવા ફીચર્સ

ફિચર્સ આવા મસ્ત છે
વિશાળ મડગાર્ડ, મેટલ ફ્યુઅલ ટાંકી અને તેમની આજુબાજુ ચાલતી રેટ્રો લાઇન તેને ખાસ બનાવે છે. જો કે, હવે તેમાં એલઇડી લાઇટિંગ સામેલ કરવામાં આવી છે. જે હેડલાઇટ્સ, ટેલ-લાઇટ્સ, ઇન્ડિકેટર્સ અને પાયલોટ લાઇટ્સ પર જોવા મળશે. આ સિવાય સ્માર્ટફોનને ચાર્જ કરવા માટે ગિયર-પોઝિશન ઈન્ડિકેટર અને યુએસબી સી-ટાઈપ ચાર્જિંગ પોર્ટ પણ આપવામાં આવ્યા છે. 2024 રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 ના ડાર્ક અને એમેરાલ્ડ વેરિઅન્ટ્સમાં સ્ટાન્ડર્ડ ફિટમેન્ટ તરીકે એડજસ્ટેબલ લીવર અને LED વિંકર્સ સાથે ટ્રિપર પોડ મળે છે.

નીચલા વેરિઅન્ટમાં ઉપલબ્ધ
ટ્વીન ડાઉનટ્યુબ સ્પિન ફ્રેમ પર આધારિત, આ બાઇકમાં આગળના ભાગમાં 41 mm ટેલિસ્કોપિક સસ્પેન્શન અને પાછળના ભાગમાં ગેસ ચાર્જ્ડ શોક ઓબ્ઝર્વર સસ્પેન્શન છે. સિંગલ ડિસ્ક અને ડ્રમ બ્રેક્સનું સંયોજન નીચલા વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. જ્યારે ડ્યુઅલ ચેનલ એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) ઉચ્ચ વેરિયન્ટ્સમાં આપવામાં આવી છે. વાત જો કિંમત અંગે કરવામાં આવે તો 2 લાખથી તે શરૂ થઈ શકે છે. જોકે, દિલ્હીના શૉરૂમમાં કેટલાક ડીલર્સ પોતાની રીતે સ્કિમ સેટ કરે તો નવાઈ નહીં