October 17, 2024

હ્યુંડાઈ વેન્યુની નવી એડિશન થશે લોન્ચ, 6 એરબેગ્સ-નવાં ફીચર્સ સાથે આવશે

New Gen Hyundai Venue: ઓટો કંપની હ્યુંડાઈ સમયાંતરે નવી નવી કાર માર્કેટમાં મુકીને હરીફ કંપનીઓને ટક્કર આપે છે. કલર ઓપ્શન સાથે ફીચર્સ અને નવી નવી ટેકનોલોજીની પોર્ટેબિલિટી આપીને અનેક એવી નવી વસ્તુઓ ઓટો માર્કેટમાં મૂકે છે. હ્યુન્ડાઈ વેન્યુને ભારતીય બજારમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે અને હવે કંપની તેની નવી એડિશન લોન્ચ કરવા જઈ રહી છે. નવી સબ 4 મીટર એસયુવી દેશમાં ઘણી ટારને હરીફાઈમાં ટક્કર આપે છે અને તેથી નવી એડિશનમાં ઘણા ફેરફાર સાથે માર્કેટમાં કાર મૂકવામાં આવશે. આ નવી કારને ટેસ્ટિંગ દરમિયાન જોવામાં આવી છે જે નવી એડિશન Hyundai વેન્યુ લાગે છે.

નવી એડિશનમાં શું છે નવું
નવી એડિશનની હ્યુન્ડાઈ જે સુવિધાઓ ઉપલબ્ધ થવાની અપેક્ષા છે તેમાં સંપૂર્ણપણે નવી ડિઝાઈન, ફ્રન્ટ બમ્પર, ક્રેટા અને અલ્કાઝર જેવા સ્લિટ હેડલેમ્પ, નવા એલોય વ્હીલ્સ, નવી ટુ-પીસ એલઈડી ટેલલાઈટ્સ સાથે નવા રૂફટોપ રેલ અને સંપૂર્ણ રીતે નવી ગ્રિલનો સમાવેશ થાય છે. નવીનતમ સ્પાય ફોટા બ્લેક ફિનિશમાં નવી લેધરેટ સીટ અપહોલ્સ્ટરી સાથે કાર માર્કેટમાં આવવાની છે. આ સિવાય એડિશન વેન્યુમાં પેનોરેમિક સનરૂફ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ, મોટા કદની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથેનું નવું ડેશબોર્ડ, આગળની સીટો પર પહોળા હેડરેસ્ટ હશે.

આ પણ વાંચો: નવી કાર લીધી હોય તો ક્યારે સીટ પરની કોથળી કાઢવી જોઈએ? કાયમી રાખશો તો નુકસાન થશે

6 એરબેગ્સ આવશે
એવું અનુમાન કરવામાં આવે છે કે, હ્યુન્ડાઇ ઈન્ડિયાની નવી એડિશનમાં લેવલ 1 ADAS સ્યુટ, સંપૂર્ણ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને 6 એરબેગ્સ આવશે. તેના એન્જિન કે ટ્રાન્સમિશન વિશે કોઈ માહિતી સામે આવી નથી. હાલની એડિશન કારમાં 1.0-લિટર ટર્બો પેટ્રોલ, 1.2-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ અને 1.5-લિટર ડીઝલ જેવા એન્જિન ઓપ્શન છે. આ સાથે ઘણા ગિયરબોક્સ ઉપલબ્ધ છે, જેમાં 5-સ્પીડ મેન્યુઅલ, 6-સ્પીડ મેન્યુઅલ અને 7-સ્પીડ DCT યુનિટનો સમાવેશ થાય છે.