નવી Hyundai Creta EVમાં ચા અને કોફી પણ બનાવી શકશો, જાણી લો ફિચર
Hyundai CRETA EV V2L feature: નવી Hyundai Creta EV માં એક ખાસ ફિચરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં તમે ચા અને કોફી પણ બનાવી શકો છો. કદાચ સાંભળીને નવું લાગ્યું હશે પરંતુ આ વાત સાચી છે.
આ પણ વાંચો: ખાંડના ભાવમાં થશે વધારો, સરકારે આપી માહિતી
આ મળશે ફિચર
નવી Creta EV ને બે બેટરી પેકનો વિકલ્પ આપવામાં આવશે. જેમાં તમને 51.4kWh બેટરી પેક મળશે અને સિંગલ ચાર્જ પર 472km ની રેન્જ મળી રહેશે. AC હોમ ચાર્જિંગની મદદથી 10%-100% ચાર્જ થવામાં 4 કલાકનો સમય લાગશે. આ કાર માત્ર 7.9 સેકન્ડમાં 0-100 કિમી પ્રતિ કલાકની ઝડપ મળી રહેશે. નવી Creta EVમાં પેનોરેમિક સનરૂફ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ, કી-લેસ એન્ટ્રી, રીઅર એસી વેન્ટ્સ,10.25-ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, 10.25-ઇંચ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ ફોન ચાર્જર જેવી સુવિધાઓ શામેલ છે. 20 લાખ રૂપિયાની અંદર તેને લોન્ચ કરવામાં આવી શકે છે.