November 23, 2024

રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે આજે નંબર 1 બનવાનું ‘યુદ્ધ’

Virat Kohli vs Rohit Sharma in T20I: વિરાટ કોહલી અને રોહિત શર્મા પાસે T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બનવાની તક છે. આ માટે 100 રનની જરૂર છે. આ રેકોર્ડમાં પ્રથમ સ્થાન પર બાબર આઝમ છે. ત્યારે આજના દિવસે રોહિત શર્મા અને વિરાટ કોહલી મેદાનમાં ફરી સાથે ઉતરશે. ત્યારે જો બંનેમાંથી એક ખેલાડી 100 રન બનાવશે તો બાબર આઝમ પાછળ રહી જશે અને આ બંને ખેલાડીઓમાંથી એક નંબર 1 પર આવી જશે. પરંતુ આ વચ્ચે સવાલ એ છે કે આ બંનેમાંથી કોણ નંબર વનનું સ્થાન મેળવશે?

સૌથી વધુ રન બનાવ્યા
વાસ્તવમાં પાકિસ્તાનનો બાબર આઝમ T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ તેના નામે છે. . બાબર આઝમે અત્યાર સુધી T20 ઈન્ટરનેશનલમાં 123 મેચની 116 ઈનિંગ્સ રમીને 4145 રન બનાવ્યા છે. જેના કારણે તેઓ પ્રથમ સ્થાન પર છે. પરંતુ હવે તેમના રનની સંખ્યામાં વધારો થશે નહીં, કારણ કે તેની ટીમ T20 વર્લ્ડ કપમાંથી બહાર છે. થોડા સમયમાં તો બંને ટીમમાંથી એક પણ ટીમ મેચ પાકિસ્તાનની ટીમ રમશે નહીં. જેના કારણે બાબરના રનની સંખ્યામાં વધારો થશે નહીં. ત્યારે વિરાટ અને રોહિત પાસે આ નવો રેકોર્ડ બનાવવાની સારી તક છે.

આ પણ વાંચો: T20 World Cup 2024: ટીમ સુપર-8માં ન પહોંચતા આ ખેલાડીએ કેપ્ટન પદ છોડી દીધું

વિરાટ અને રોહિતના સમાન રન
વિરાટ કોહલીની વાત કરવામાં આવે તો તેનું આઈપીલમાં ખુબ શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. તેણે T20 ઈન્ટરનેશનલમાં 120 મેચ અને 112 ઈનિંગ્સ રમીને 4042 રન બનાવ્યા છે. રોહિતની વાત કરવામાં આવે તો તેણે અત્યાર સુધીમાં 154 મેચની 146 ઇનિંગ્સમાં 4042 રન બનાવ્યા છે. રોહિત અને કોહલી એક જ સ્થાન પર જોવા મળી રહ્યા છે. જોકે વિરાટની એવરેજ સારી જોવા મળી રહી છે. જેના કારણે આ રેસમાં કોહલી આગળ જોવા મળી રહ્યો છે. આ બંને ખેલાડી બાબરને પાછળ છોડી શકે છે. પરંતુ તે કહેવું મુશ્કેલ છે કે બંનેમાંથી કયો ખેલાડી રન બનાવવામાં સફળ થશે. જોકે બાબરને પાછળ છોડવા માટે 104 રન બનાવવા પડશે. આ કામ આજે થઈ શકે છે અથવા આવનારી મેચોમાં પણ શક્ય છે.