December 5, 2024

BZ પોન્ઝી સ્કેમ મામલે CIDની ટીમે રોકાણકાર સુરેશ વણકરનું નિવેદન લીધું

પ્રાંતિજ: News Capitalના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. CID ક્રાઈમની ટીમે સુરેશ વણકરનું નિવેદન લીધું છે. રોકાણકાર સુરેશ વણકરનું પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નિવેદન લેવામાં આવ્યું છે.

BZ ગ્રુપની પ્રાંતિજ બ્રાન્ચના એજન્ટ થકી પૈસા રોક્યા હતા. ભુપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ શકે છે. નિવેદન આધારે ઉચ્ચ સ્તરેથી ફરિયાદ નોંધવા નિર્ણય કરવામાં આવશે. તપાસ અને નિવેદન માટે 4 ટીમો કામગીરી કરી રહી છે. ચારેય ટીમો અલગ અલગ સ્થળે નિવેદનની કામગીરી કરી રહી છે.

સુરેશભાઈની ફરિયાદ લેવામાં ન આવતા વિવાદ
બીઝેડ ગ્રુપ દ્વારા કૌભાંડ મામલામાં હવે પ્રાંતિજ તાલુકાના સ્થાનિક વ્યક્તિ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. એગ્રિમેન્ટની કોપી સાથે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા માટે સુરેશભાઈ નામના વ્યક્તિ પહોંચ્યા હતા. સુરેશભાઈ નામના વ્યક્તિએ બીઝેડ ગ્રુપમાં રોકાણ કર્યું હતું. અંદાજે 5 લાખ રૂપિયા જેટલું રોકાણ કર્યું હતું. પરંતુ તેમની ફરિયાદ લેવામાં આવી ના હતી. તેમને પોલીસ સ્ટેશનમાંથી ગાંધીનગરમાં ફરિયાદ કરવા માટે જવા માટે કહેવામાં આવ્યું હતું. NEWS CAPITAL ના અહેવાલની ધારદાર અસર થઈ છે. CID ક્રાઈમ પ્રાંતિજ પોલીસ સ્ટેશન પર પહોંચી છે અને સુરેશભાઈ ફરિયાદ લઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, બીઝેડ ગ્રુપે 6 હજાર કરોડ રૂપિયાનું ફુલેકું ફેરવ્યું છે. સરકાર માન્ય હોવાનું કહીને લોકોને છેતરવામાં આવતા હતા. MSMEના સર્ટિફિકેટના નામે લોકોને છેતર્યા હતા. 10 હજારથી કરોડો રૂપિયા સુધીનું રોકાણ કરાવતા હતા.