January 7, 2025

ન્યૂઝ કેપિટલના અહેવાલની દમદાર અસર, ધ્રોલમાં ધર્માંતરણ મામલે મામલતદાર-TDO દોડતા થયા

સંજય વાઘેલા, જામનગર: જામનગર જિલ્લામાં વધુ એક ધાર્મિક વિવાદ ઉભો થયો હતો. ધ્રોલના 748 હિંદુઓએ જિલ્લા કલેકટરને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટેની મંજૂરી માંગતો પત્ર લખ્યો હતો. જેને લઈને ન્યૂઝ કેપિટલ દ્વારા સશક્ત અહેવાલ રજૂ કરતાં તંત્ર દોડતું થયું હતું અને TDO અને મામલતદાર સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચીને સમાધાન કર્યું હતું. ન્યૂઝ કેપિટલના અહેવાલની અસર થઈ અને સ્થાનિકોના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું . જેને લઈને હિન્દુ પરિવારોએ ન્યૂઝ કેપિટલ પરિવારનો આભાર માણ્યો હતો.

મળતી માહિતી મુજબ, જામનગરમાં ધ્રોલમાં 748 લોકો દ્વારા ધર્માંતરણ મામલે જિલ્લા કલેકટરને અરજી કરી હતી. જામનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં હિન્દુ પરિવારો દ્વારા ધર્માંતરણની અરજીને લઈને સમગ્ર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો હતો. આ મામલે ન્યૂઝ કેપિટલ દ્વારા મજબૂત અહેવાલ રજૂ કરીને સ્થાનિક હિન્દુ પરિવારોની સમસ્યા ઉજાગર કરી હતી. ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ જામનગરના ધ્રોલ તાલુકાના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને ધ્રોલ પહોંચીને મામલો શાંત કરવા માટે પ્રયાસ શરૂ કર્યા હતા.

ધ્રોલ પહોંચેલા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારએ સ્થળ પર પહોંચીને તાત્કાલિક અસરથી કામગીરી શરુ કરી દીધી હતી અને સ્થાનિકોના પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું. ન્યુઝ કેપિટલના અહેવાલથી પ્રશ્નનું નિરાકરણ આવતા સ્થાનિકોમાં ખુશીની લાગણી ફેલાઈ હતી.

સ્થાનિકોએ ન્યુઝ કેપિટલનો આભાર માન્યો
ઉલ્લેખણીઓય છે કે ધ્રોલ તાલુકાના 748 હિન્દુઓએ ધર્મ પરિવર્તન કરવા માટે જામનગર જિલ્લા કલેકટર કચેરીમાં અરજી કરી હતી. પોતાની અરજીમાં આ તમામ હિંદુઓએ આક્ષેપ કર્યો હતી કે, ‘સરકારી બાબુઓ અને નેતાઓ તેમના કામ નથી કરતા. હિન્દુઓની ચિંતા અને સમસ્યાઓ વધી છતાં નિરાકરણ કરવામાં આવતું નથી. તેમણે પત્રમાં વધુમાં ઉલ્લેખ કર્યો હતો કે, ‘જ્યારથી હિંદુઓની સરકાર આવી છે. ત્યારથી હિંદુઓની ચિંતાઓ વધી ગઈ છે. હિંદુઓની સમસ્યાઓનું કોઈ નિરાકરણ કરતું નથી. હિંદુઓની સરકારથી એટલા કંટાળી ગયા છીએ કે, નાછુટકે અમારે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની ફરજ પડેલ છે.’

આ ઘટનાની જાણ થતા જ ધ્રોલ હિંદુ સેનાના પ્રમુખ દોડી આવ્યા હતા અને સ્થાનિકોને સમજાવ્યા હતા. હિંદુ સેનાના પ્રમુખે નિરાકરણ માટે અધિકારીઓને રજૂઆત કરી હતી. સમગ્ર મામલે ન્યૂઝ કેપિટલ દ્વારા અહેવાલ પ્રસારિત કર્યો અને તંત્ર દ્વારા તેમના પ્રશ્નોનું નિરાકરણ આવતા સ્થાનિક હિન્દુઓએ ન્યૂઝ કેપિટલ પરિવારનો આભાર માન્યો હતો.