NEWSCAPITAL EXCLUSIVE: અમરેલી લેટરકાંડ મુદ્દે સૌથી મોટો ખુલાસો, હાથ લાગ્યા મહત્ત્વના દસ્તાવેજ
અમરેલી: અમરેલી લેટરકાંડમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. લેટરકાંડ મામલે NewsCapital ગુજરાતના હાથે લાગ્યા મહત્વના દસ્તાવેજ. આ સાથે પાયલ ગોટીના નામે જુઠ્ઠાણું પણ બહાર આવ્યું છે. પાયલ ગોટીની રાત્રે 12 વાગ્યે નહીં, પણ બપોરે 3.45 કલાકે થઈ ધરપકડ હતી. બીજી બાજુ, આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે મારની કોઈ વાતનો ઉલ્લેખ ન હતો. સવાલએ થાય છે કે, કોણ લખી રહ્યું છે પાયલની રાજકીય સ્ક્રિપ્ટ???
🚨🚨 #BREAKING 🚨🚨
અમરેલી લેટરકાંડને લઈને સૌથી મોટા સમાચાર.
પાયલ ગોટીના કુરિયર સમયના #EXCLUSIVE Cctv ફૂટેજ જુઓ માત્ર #NewsCapital પર. #Letterkand | #Amreli | #Letter | #GujaratPolice pic.twitter.com/gO2aW0PZES
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) January 7, 2025
અમરેલી :
લેટરકાંડ મામલે બીજેપી નેતા શૈલેષ પરમારનું નિવેદન. #Letterkand | #Amreli | #Letter | #GujaratPolice pic.twitter.com/Uaj0LpSNHG
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) January 7, 2025
અમરેલી લેટરકાંડ મામલે કોંગ્રેસ અને ભાજપ આમને-સામને છે. કોંગ્રેસ અને ભાજપના નેતાઓ એક બીજા પર આક્ષેપો કરી રહ્યાં છે. આ સાથે અમરેલી લેટરકાંડ મુદ્દે પાયલના વકીલ સંદીપ પંડયાનું નિવેદન સામે આપ્યું છે. બીજી બાજુ, પાયલ ગોટીના કુરિયર સમયના #EXCLUSIVE Cctv ફૂટેજ પણ સામે આવ્યા છે. પાયલ ગોટીએ 24 અને 25 ડિસેમ્બરે કર્યું હતું કુરિયર. આરોપી મનિષ વઘાસિયાએ પાયલ મારફતે આ કુરિયર કરાવ્યું હતું. 24 તારીખે ગાંધીનગર કમલમમાં કુરિયર મોકલ્યું હતું અને 25 ડિસેમ્બરે પાયલે કુરિયર દિલ્હી મોકલ્યું હતું.