લખનૌની હારમાં હીરો જ બન્યો ખલનાયક, બધી યોજના વ્યર્થ ગઈ

Nicholas Pooran: લખનૌની ટીમને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. પંતે અડધી સદીની ઇનિંગ રમી હતી. છતાં ટીમને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. પંત રમે તેની રાહ દરેક તેના ચાહકો જોઈ રહ્યા હતા. આખરે તે સારું રમ્યો છતાં તેને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. આ મેચમાં એક હિરો બીજો પણ હતો કે જેની દરેક લોકો રાહ જોઈ રહ્યા હતા કે રમશે. પરંતુ હિરો જ વિલન બની ગયો હોય તેવું જોવા મળ્યું. આ ખેલાડી જો રમ્યો હોત તો કદાચ આ મેચ લખનૌની ટીમ જીતી લેત. આ મેચમાં LSGની હાર માટે સૌથી મોટો જવાબદાર બન્યો છે. આવો જાણીએ આ ખેલાડી વિશે.
આ પણ વાંચો: બુમરાહ અને કરુણ નાયર વચ્ચે મેદાનમાં થયો ઝઘડો પછી લગાવ્યા એકબીજાને ગળે, વીડિયો આવ્યો સામે
નિકોલસ પૂરન માત્ર 8 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો
LSG ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમનો સ્કોર ફક્ત 6 રન હતો ત્યારે ઓપનર એડન માર્કરામ આઉટ થયો હતો. તે ફક્ત 6 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો હતો. હવે નિકોલસ પૂરન આવ્યો અને તેના પર તમામની આશા હતી. પરંતુ તેના પર રાખેલી અપેક્ષા ખોટી પડી હતી. પરંતુ આ વખતે તે નિષ્ફળ ગયો. તે 9 બોલમાં ફક્ત 8 રન બનાવી શક્યો. આમાં બે ચોગ્ગાનો સમાવેશ થતો હતો.