January 13, 2025

અમરેલી લેટરકાંડમાં નિર્લિપ્ત રાયની એન્ટ્રી, સમગ્ર તપાસ SMC કરશે

Nirlipta Rai: અમરેલીના બહુ ચર્ચિત લેટરકાંડને લઈને મહત્વની માહિતી સામે આવી છે. અમરેલી લેટરકાંડની તપાસ નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી છે. હવે અમરેલી લેટરકાંડની સમગ્ર તપાસ SMC કરશે. પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે તમામ રાજકીય અને સામાજિક આગેવાનો મેદાનમાં આવ્યા છે. કોગ્રેંસના કાર્યકરો ધરણા પ્રદર્શન કર્યા બાદ આખરે લેટરકાંડ કેસની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપાઈ છે. આ કેસની તપાસ હવે નિર્લિપ્ત રાય કરશે.

આ પણ વાંચો: કાશ્મીર પ્રવાસ પર PM મોદી, સોનમર્ગ ટનલનું કર્યું ઉદ્ઘાટન

શું હતી સમગ્ર ઘટના?
થોડા દિવસોથી કોઈ દિવસ ચર્ચામાં ના આવતું અમરેલી ચર્ચામાં આવ્યું છે. જેમાં રાજકિય અને સામાજીક આગેવાનો આગળ આવ્યા છે. પરંતુ ઘણા લોકોને ખબર નથી કે આ બનાવ છે શું. અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ મામલે બાદમાં પોલીસને કાનપરિયાએ ફરિયાદ કરી હતી. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા પર ગંભીર આરોપો મૂકાયા હતા. આ પછી કૌશિક વેકરિયાના સમર્થકો ગાંધીનગર પહોંચ્યા હતા. હવે આ મામલો અહિંયા પુર્ણ થતો નથી. આ બાદ તો આ મામલો વધુ ચર્ચામાં આવ્યો હતો. હવે આ કેસની તપાસ લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ સહિતની પોલીસની ટીમને સોંપાઈ હતી. પોલીસ તપાસમાં પાટીદાર દીકરી સહિત 4ની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી પાટીદાર દીકરી પાયલનું અમરેલીની બજારમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. જે બાદ આ મામલો ખૂબ ઉગ્ર બન્યો હતો. આ બાદ હવે કોગ્રેંસ સતત વિરોધ કરી રહી હતી જે બાદ આ તપાસની જવાબદારી નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી છે.