July 2, 2024

T20 World Cup 2024: ટીમ ઈન્ડિયાને પડકાર ફેંકશે Ahmedabadમાં જન્મેલો આ યુવાન

નિસર્ગ પટેલનો જન્મ ગુજરાતના અમદાવાદમાં થયો હતો.

IND vs USA: ભારતમાં જન્મેલા ઓલરાઉન્ડર નિસર્ગ પટેલ આજે ભારતીય ક્રિકેટ ટીમને પડકાર આપશે. 18 વર્ષ પહેલા પણ તે ભારત વિરૂદ્ધ રમવા માંગતો હતો પરંતુ તેનું સપનું અધુરૂં રહી ગયું. ખરેખરમાં જ્યારે નિસર્ગ પટેલ 18 વર્ષનો હતો ત્યારે તેણે 2006માં શ્રીલંકામાં અંડર-19 વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો. તેની ટીમ ઓસ્ટ્રેલિયા, વેસ્ટઈન્ડીઝ અને દક્ષિણ આફ્રિકા સાથે ગ્રુપ બી માં હતી અને ગ્રુપ ચરણની ત્રણેય મેચ હાર્યા બાદ ટૂર્નામેન્ટની બહાર થઇ ગઇ હતી. આ કારણે ભારત વિરૂદ્ધ તે મેચ રમી શક્યો નહીં. જોકે તે દરમિયાન તેણે આખી ભારતીય ટીમ સાથે મુલાકાત કરી હતી અને રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાને શુભેચ્છાઓ આપી હતી. હવે 18 વર્ષ બાદ નિસર્ગ પટેલ સીનિયર યૂએસએ ટીમનો ભાગ છે.

18 વર્ષ પહેલા થઇ હતી રોહિત-જાડેજા સાથે મુલાકાત
યૂએસએની ટીમનો ભાગ નિસર્ગ પટેલ 18 વર્ષ બાદ રોહિત અને જાડેજાને ફરીથી મળવા માટે આતુરતાથી રાહ જોઇ રહ્યો છે. તેનું આ સપનું ભારત અને અમેરિકા વચ્ચે બુધવારે ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનાર મેચમાં પૂર્ણ થશે. બંન્ને ટીમ પોતાની શરૂઆતની બંને મેચ જીતી ગઇ છે અને સુપર-8માં પોતાનું સ્થાન બનાવવા માટે સારી સ્થિતિમાં છે.

આ પણ વાંચો: બેઈમાનીના કારણે ટીમ ઈન્ડિયા હારી ગઈ! AIFFએ કતારના વિવાદાસ્પદ ગોલની તપાસની માંગ કરી

ભારત વિરૂદ્ધ રમવા માટે ઉત્સાહિત છે નિસર્ગ પટેલ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નિસર્ગ પટેલ ભારત સામે રમવાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. નિસર્ગે કહ્યું કે આટલા મોટા પ્લેટફોર્મ પર અમેરિકાનું પ્રતિનિધિત્વ કરવાની અમારી પાસે મોટી તક છે. અમારી પાસે હવે પાકિસ્તાન અને ભારત જીવી મોટી ટીમો સામે રમવાની તક છે. અમે કેટલીક વખત આયર્લેન્ડ અને કેનેડા સામે પણ રમ્યા છીએ પરંતુ આ સંપૂર્ણપણે અલગ અનુભવ છે.

રોહિત-કોહલીની વિકેટો પર નજર
પાકિસ્તાનને હરાવ્યા બાદ તે ભારત સામેની મેચમાં કોની વિકેટ લેવા માંગશે? તેના પર નિસર્ગે કહ્યું કે હું કોઈ ખાસ ખેલાડીને નિશાન બનાવતો નથી. મને મારી ટીમની જીતમાં યોગદાન આપવું ગમે છે. જોકે મને વિરાટ કોહલી કે રોહિતની વિકેટ લેવાનું ગમશે. પરંતુ આ બધું હું ક્યારે બોલિંગ કરું છું તેના પર નિર્ભર છે.

ડ્રોપ-ઇન પિચો વિશે આ કહ્યું
ત્યાં જ ડ્રોપ-ઇન પિચો વિશે નિસર્ગે કહ્યું કે આ અમારી પ્રથમ તક છે. મેં સાંભળ્યું છે કે આ સાચી વિકેટો છે. આનાથી દરેકને ફાયદો થાય છે, પછી તે સ્પિનર ​​હોય, ફાસ્ટ બોલર હોય કે બેટ્સમેન હોય. આપણે સાંભળીએ છીએ કે આ વાસ્તવિક વિકેટો છે અને ખરેખર રોમાંચક છે.

અમદાવાદમાં મોટો થયો નિસર્ગ પટેલ
તમને જણાવી દઈએ કે નિસર્ગ પટેલનો જન્મ ગુજરાતના અમદાવાદમાં થયો હતો. તેણે વાપીની બોર્ડિંગ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો અને 2003માં અમેરિકા જતા પહેલા અમદાવાદમાં ખુબ જ ક્રિકેટ રમ્યો હતો. અમેરિકા ગયા બાદ તેની નેશનલ અંડર-19 ટીમમાં પસંદગી થઈ હતી. 2006માં શ્રીલંકામાં અંડર-19 વર્લ્ડ કપ રમવો એ તેની પ્રથમ મોટી તક હતી. તે સિનિયર યુએસએ ટીમ માટે અત્યાર સુધીમાં લગભગ 80 મેચ રમી ચૂક્યો છે.