September 18, 2024

નિષાદ કુમારે પેરિસ પેરાલિમ્પિક્સમાં જીત્યો સિલ્વર મેડલ, મેડલ ટેબલમાં આ નંબરે

Paris Paralympics 2024: ભારતીય પેરા એથ્લેટ નિષાદ કુમારે પેરિસ પેરાલિમ્પિક્સમાં પુરુષોની T47 હાઈ જમ્પ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે.નિષાદ કુમારે ફાઇનલમાં 2.04 મીટરની લાંબી છલાંગ લગાવી અમેરિકાના રોડરિક ટાઉનસેન્ડ-રોબર્ટ્સે ગોલ્ડ મેડલ જીત્યો છે.

મેડલ ટેલીમાં ભારત 27માં સ્થાને
ભારત હવે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં મેડલ ટેલીમાં 27માં સ્થાને પહોંચી ગયું છે. ભારતે 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ભારતે અત્યાર સુધીમાં પેરિસ પેરાલિમ્પિક્સમાં શૂટિંગમાં સૌથી વધુ 4 મેડલ પ્રાપ્ત કર્યા છે. સૌથી પહેલા અવની લેખારા ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહી છે. મનીષ નરવાલ સિલ્વર જીતવામાં સફળ રહ્યો છે. જ્યારે રૂબિના ફ્રાન્સિસ અને મોના અગ્રવાલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પ્રીતિ પાલ T35માં મહિલાઓની 100 મીટર અને 200 મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.

આ પણ વાંચો: મોદીએ ભારતીય પેરાલિમ્પિક મેડલ વિજેતાઓ સાથે ફોન પર વાત કરી, ખેલાડીઓના કર્યા વખાણ

મેડલની સંખ્યા વધુ વધવાની ખાતરી
પેરિસ પેરાલિમ્પિક્સનો 5મો દિવસ ભારત માટે ખૂબ જ ખાસ રહેશે. બેડમિન્ટનમાં સુહાસ યથિરાજ અને નીતિશ કુમાર અલગ-અલગ કેટેગરીમાં મેન્સ સિંગલ્સમાં ગોલ્ડ મેડલ માટે રમતા જોવા મળશે. આ સિવાય સુમિત અંતિલ ફાઇનલમાં જેવલિનમાં એક્શનમાં જોવા મળશે. તીરંદાજીમાં, શીતલ દેવી અને રાકેશ કુમાર મિશ્ર કમ્પાઉન્ડ ઈવેન્ટની ક્વાર્ટર ફાઈનલ મેચ રમતા જોવા મળશે.