Nissan X-Trail, SUV સેગ્મેન્ટની સિમ્પલ પણ બધા ફીચર્સ આવરી લેતી કાર
Nissan X-Trail: નિસાને ભારતમાં તેના લોન્ચિંગ પહેલા સત્તાવાર રીતે દેશમાં X-Trailનું પ્રદર્શન કર્યું હતું. આ કાર આગામી થોડા અઠવાડિયામાં લોન્ચ થઈ શકે છે. આ એક્સ ટ્રેઈલ SUV મેગ્નાઈટની સાથે વેચવામાં આવશે, જે હાલમાં ભારતમાં આ બ્રાન્ડની એકમાત્ર કાર છે. તેની કિંમતની જાહેરાત થયા પછી, તે માત્ર એક સંપૂર્ણ લોડ વેરિઅન્ટમાં ઓફર કરવામાં આવશે. જોકે, કારના લૂક અને ફીચર્સની ઓટો માર્કેટમાં જોરશોરથી ચર્ચા થઈ રહી છે.
ત્રણ જુદા જુદા કલર્સમાં
નવી X-Trail થ્રી-રો SUV ત્રણ રંગોમાં વેચવામાં આવશે. જેમાં પર્લ વ્હાઇટ, ડાયમંડ બ્લેક અને શેમ્પેન સિલ્વરનો સમાવેશ થાય છે. સાઈઝની વાત કરીએ તો કારની લંબાઈ 4,680 mm, પહોળાઈ 1,840 mm અને ઊંચાઈ 1,725 mm છે, જ્યારે વ્હીલબેઝ 2,705 mm છે. SUVનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 210 mm છે. 2024 નિસાન એક્સ-ટ્રેલ 1.5-લિટર, વેરિયેબલ કમ્પ્રેશન, ટર્બો-પેટ્રોલ એન્જિન સાથે 12V હળવા-હાઇબ્રિડ સિસ્ટમ સાથે આવશે. આ એન્જિન 160bhpનો પાવર અને 300Nmનો ટોર્ક આઉટપુટ આપે છે. આ મોડલમાં CVT ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે, આ SUV 13.7kmpl ની માઈલેજ આપી શકે છે. આ મોડલ 9.6 સેકન્ડમાં 0-100kmph ની સ્પીડથી દોડી શકે એમ છે.
આ પણ વાંચો: કાર અને બાઈક બાદ હવે માર્કેટમાં આવ્યું BMWનું ઈ સ્કૂટર, ફીચર્સ છે જોરદાર
વિશેષતાઓ આવી છે
નવી X-Trailની વિશેષતાઓ વિશે વાત કરીએ તો, તેમાં સ્પ્લિટ LED હેડલેમ્પ્સ, 20-ઇંચના મશીનવાળા એલોય વ્હીલ્સ, ફ્રન્ટ ડોર-માઉન્ટેડ ORVM, LED ટેલલાઇટ્સ, સિલ્વર રૂફ રેલ્સ, ઇન્ટિગ્રેટેડ સ્પોઇલર, શાર્ક-ફિન એન્ટેના, રીઅર વાઇપર અને વૉશરનો સમાવેશ થાય છે. અને કોન્ટ્રાસ્ટ – કલર સ્કિડ પ્લેટ્સનો સમાવેશ કરે છે. તેમજ સ્પેર વ્હીલને બદલે ટાયર પંચર રિપેર કીટ પણ ઉપલબ્ધ થશે. જોકે, ખાસ વાત એ છે કે, કારમાં ઓટો ફિચર્સ જેવા કોઈ સરપ્રાઈઝ ફીચર હોઈ શકે છે. હાલ તો કંપનીએ કિંમત અંગે ખાસ કોઈ એવી સ્પષ્ટતા કરી નથી.